આજના સમયમાં મોટા ભાગના લોકોની પાચનક્રિયા ખુબ જ ધીમી પડી જતી હોય છે, જેના પરિણામે પેટને લગતા અનેક પ્રકરણ રોગો થવાની સંભાવના વધી જતી હોય છે. પાચનધીમું થવું તે આપણી જ કેટલીક ખરાબ તેના કારણે થતું હોય છે.
જયારે કોઈ પણ વ્યક્તિ ભોજન કર્યા પછી તરત જ લાંબા સમય સુધી બેસી રહે કે સુઈ જાય ત્યારે ડાયજેશન યોગ્ય માત્રામાં થતું નથી પરિણામે પાચનક્રિયા ખુબ જ ધીમી પડી જાય છે, જે આજના સમયમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે.
બેઠાળુ જીવન જીવવા વાળા લોકો અથવા આળસ આવતી હોય તેવા લોકો ભોજન પછી બેસી અથવા સુઈ જતા હોય છે. પરંતુ ભોજન પછી ઘણા એવા પણ લોકો હોય છે જે ભોજન કરીને ચાલવા માટે નીકળી પડતા હોય છે.
ભોજન પછી તરત ચાલવું તે ખુબ જ ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, ભોજન પછી તરત ચાલવાથી હૃદયને પર સૌથી વધુ જોર પડે છે જેના કારણે ઘણી વખત હાર્ટઅટેક પણ આવવાની સંભાવના રહેતી હોય છે.
આ માટે ભોજન કર્યાના 25-30 મિનિટ પછી ચાલવું યોગ્ય માનવામાં આવે છે. પાચનક્રિયાને મજબૂત બનાવી રાખવા માટે ભોજન પછી દરેક વ્યક્તિએ 5 મિનિટ માટે આ એક કામ અવશ્ય કરવું જોઈએ.
ભોજન નપચી તરત જ સુવા અથવા બેસવાના કારણે ખોરાકનું પાચન બરાબ થશે નહીં જેના કારણે ગેસ અને કબજિયાત થાય છે જેના કારણે મળ છે તે અંદરના સડવા લાગે છે જેના કારણે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે છે.
જેના કારણે પાચનક્રિયા ખુબ જ નબળી પડી જાય છે, પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે તમારે રોજે ભોજન પછી આ એક યોગાઆસન કરવાનું છે જે કરવાથી ડાયજેશન સુધરશે અને પાચનતંત્ર મજબૂત બનશે.
આ માટે તમારે વ્રજરાસન યોગ કરવાનો છે. આ યોગ તમારે 5 મિનિટ પણ કરી શકો અથવા સમય હોય તો 10 મિનિટ પણ કરી શકો છો. આ યોગાસન કરવાથી તમે જે ખોરાક ખાધો છે તેને એક બે કલાકમાં જ પચાવી દેશે. આ યોગ બપોર અને રાત્રીના ભોજન પછી કરી શકાય છે.
આ યોગ કરવાથી પહેલા જે બગાડ થતો હતો તેના કારણે શરીરના અંગોને પૂરતા પોષક તત્વો મળતા ન હતા તે તત્વો પણ મળતા થશે. જેના કારણે જરૂરી પોષક તત્વોની કમી થશે નહીં. આ યોગ પેટ અને આંતરડાનો બધો જ બગાડ દૂર કરે છે. અને આંતરડા અને પેટને સાફ રાખે છે.
યોગાસન ભોજન પછી કરવામાં આવતા નથી પરંતુ આ એક માત્ર એક યોગ છે જે ભોજન પછી કરી શકાય છે. જે ગેસ, કબજિયાતમાંથી કાયમી છુટકાળો અપાવશે. આ યોગ પેટ સંબધિત અનેક રોગોને દૂર કરવામાં સક્ષમ છે.
આ યોગ નિયમિત પણે રોજે કરવામાં આવે તો કરોડરજ્જુ અને કમરના ભાગમાં થા દુખાવા રાહત આપે છે. આ યોગ ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક છે જે દરેક ઉંમરના વ્યક્તિ કરી શકે છે. આ યોગ વજન ને નિયત્રંણમાં રાખવામાં મદદ કરશે.