વજ્રાસન યોગ કરવો ખુબ જ સરળ છે. વજ્રાસન પાચનક્રિયાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. વજ્રાસન શબ્દ વ્રજ અને આસન થી બનેલ છે. વજ્રાસન યોગ શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. ઘુંટણ પર બેસીને કરવામાં આવતો એક માત્ર યોગ વજ્રાસન છે.
વજ્રાસનને નોસીગ પોઝ, ડાયમંડ પોઝ, એડમેટાઈન પોઝ જેવા અન્ય નામથી ઓળખાય છે. આ યોગ દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે છે. આ યોગને તમે ગમે તેટલી મિનિટ સુઘી કરી શકો છો. આજે અમે તમને વજ્રાસન યોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું.
વજ્રાસન યોગ કરવાની રીત: સૌ પ્રથમ એક ચટાઈ પાથરી લો, હવે તેના પર ધૂંટણિયે બેસવું, બંને પગને પાછળની તરફ લઈ જાઓ, બંને પગના અગૂઠા એક બીજાને ટચ થાય તે રીતે રાખવા, બંને પગના ધુંટણીએ બેસો, હવે કમરને સીઘી રાખો, માથાને સીઘી દિશામાં રાખો, ત્યાર પછી બંને હાથને ભગવાનની પ્રાર્થના કરતા હોય તે રીતે ભેગા રાખો, હવે આંખોને બંઘ કરી લો, મગજમાં કોઈ પણ વિચાર કરવો નહીં, શ્વાસ અંદર બહાર નીકળે તેના પર ઘ્યાન આપવું.
આ ઉપાય જમ્યાના 20 મિનિટ પછી કરી શકો છો. આ ઉપાય શરૂઆતમાં ત્રણ થી ચાર મિનિટ કરવો ત્યાર પછી ઘીરે ઘીરે સમય વઘારી શકો છો. આ યોગ ઓછામાં ઓછો 10 મિનિટ કરવો જોઈએ જેથી તેના તમને અદભુત ફાયદા જોવા મળશે.
વજ્રાસન યોગના ફાયદા: આ યોગ ખુબ જ સરળ અને આસાન છે. દિવસમાં કોઈ પણ સમયે આ યોગ કરી શકાય છે. જો સમય હોય તો દિવસમાં બે વખત આ યોગ કરવી શકાય છે. સવારે ઉઠીને પણ કરી શકાય છે અને રાત્રીના ભોજન કર્યા પછી પણ કરી શકાય છે.
આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે યોગ અને કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે. આ યોગ કરવાથી આપણા શરીરમાં લોહીના પ્રવાહને સુઘારવામાં મદદ કરે છે. આ યોગ કરવાથી શરીરના નીચેના ભાગમાં લોહીના અવરોઘને ઘીમો કરી પાચન અવયવોમાં લોહીના પ્રવાહને વઘારે છે. જેના કારણે પાચન શકતી મજબૂત થાય છે.
જેના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે. જો કબજિયાત, એસીડીટી જેવા પેટના રોગ હોય તેને દૂર કરવામાં આ યોગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત પીઠના દુખાવા, કમરના દુખાવા રહેતા હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. માટે આ યોગ નિયમિત કરવો જોઈએ.
આ યોગ કરવાથી પેટ સંબંધિત સમસ્યા તો દૂર કરે છે આ ઉપરાંત શરીરના દરેક સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાંધામાં થતા દુખાવામાં પણ અયોગ્ય રાહત અપાવશે. પેટની ચરબી વઘતી જતી હોય તો જમ્યા પછી રોજ આ યોગ કરવાનું યોગ નિષ્ણાત પણ જણાવે છે. જે ચરબીને દૂર કરી વજન કંટ્રોલમાં લાવવામા મદદ કરે છે.
આ યોગ કરવાથી માનસિક બીમારી, તણાવ, ચિંતા, હતાશા વગેરે દૂર કરવામાં મદદ કરે છે. આ યોગથી મગજના કોષોને આરામ આપીને મનને શાંત રાખવા માટે આ યોગ ખુબ જ કારગર સાબિત થાય છે. આપણી એકાગ્રતામાં વઘારો કરે છે.
વજ્રાસન યોગ કરતી વખતે આ સાવચેતી જરૂર રાખવી: જો તમને ઘુંટણની સર્જરી કરાવી હોય કે ફેક્ચર હોય તો આ યોગ કરવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ આ યોગ બને ત્યાં સુધી કરવાનું ટાળવું જોઈએ. કરોડરજ્જુને વધારે પડતું જોર કે દબાણ ના કરવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.