અત્યારના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિ સફેદ વાળથી ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. વાળ સફેદ હોવાથી બહાર જવામાં પણ હિચકિચાટ થતી હોય ત્યારે વાળમાં ડાઈનો ઉપયોગ કરીને કાળા કરતા હોય છે. પરંતુ ડાઈ કરેલ વાળ પણ ઝડપથી સફેદ થઈ જતા હોય છે.
આ ઉપરાંત સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં ઘણી બઘી બ્યુટી પ્રોડક્ટ મળી આવે છે. પરંતુ તે પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોય છે. જે લાંબા સમયે નુકશાન પહોંચાડી શકે છે. માટે વાળને કાળા કરવા માટે આયુર્વેદિક અને પ્રાકૃતિક નુસખા જ અપનાવા જેથી લાંબા સમય સુઘી વાળ કાળા રહે.
માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમે તમારા વાળ નેચરલી રીતે કાળા કરી શકશો. આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી તમે વાળમાં ડાઈ કરવાનું પણ ભૂલી જશો.
આમળા: આમળા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે તેજ રીતે સફેદ વાળની સમસ્યાથી છુટકાળો અપાવવામાં મદદ કરશે. માટે સૌથી પહેલા 2 ચમચી આમળા પાવડર લો, તેમાં 4 ચમચી મહેંદી ઉમેરો બંને મિક્સ કરીને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લગાવો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થઈ જશે.
કુંવારપાઠું: વાળમાં કુંવારપાઠા નો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે અને સફેદ વાળ કાળા થઈ જશે. માટે કુંવારપાઠાની જેલમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લાગવાથી વાળ મજબૂત અને કાળા થઈ જાય છે.
મીઠો લીમડો: નાહવા ના એક કલાક પહેલા નાહવાના પાણીમાં લીમડા થોડા પાન નાખીને રહેવા દો. ત્યાર પછી તે પાણીથી માથું ઘોઈ લેવું. આ ઉપાયનો ઉપયોગ રોજ કરવાથી વાળમાં ખોડો દુર થાય અને સફેદ વાળ કાળા કરવામાં મદદ કરશે.
દહીં: સફેદ વાળને નેચરલી કાળા કરવા માટે ઉપયોગી છે. માટે મહેંદી પાવડર અને દહીંને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લગાવી દો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવું. આ ઉપાય થોડા દિવસ કરવાથી સફેદ વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.
દેશી ઘી: વાળને કાળા કરવા માટેનો ઉત્તમ ઉપાય છે. માથામાં દેશી ઘી ની માલિશ કરવાથી વાળમાં પૂરતું પોષણ મળી રહે છે. માટે દરરોજ દેશી ઘી થી વાળમાં માલિશ કરવાથી સફેદ વાળ થોડા જ દિવસમાં કાળા થઈ જશે.
નારિયેળ તેલ: વાળને સફેદ થતા અટકાવવા માટે નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં અને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ કાળા થશે. આ ઉપરાંત વાળ મુલાયમ અને ચમકદાર બનશે.
સફેદ વાળથી પરેશાન થઈ ગયેલ વ્યક્તિએ ઉપર જણાવેલ ઉપાયનો ઉપયોગ કરવાથી વાળ કુદરતી રીતે કાળા બનાવી દેશે. આ ઉપાય વાળને કાળા કરવા, વાળને ખરતા અટકાવા, વાળને મુલાયમ અને ચમકદાર બનાવી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.