આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણવામાં આવી છે. જે લોકોને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવી જોઈએ. આ સિવાય જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી ખુબજ ફાયદાકારક છે.

તમને જણાવીએ કે વરિયાળીમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને સ્વસ્થ્ય અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તો એવો જાણીએ વરિયાળી ખાવાના ફાયદા વિષે.

આંખોની દ્રષ્ટિ: જો તમને અસ્પષ્ટ દેખાય છે અથવા આંખોની દ્રષ્ટિ નબળી પડવા લાગી છે તો વરીયાળીનું સેવન કરવું ફાયદાકારક છે. વરિયાળી ખાઈને આંખોની દ્રષ્ટિ વધારી શકાય છે. આ માટે વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લઇ અને એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધવા લાગશે.

માઉથફ્રેશનર: વરિયાળી કુદરતી માઉથફ્રેશનર છે. જો તમારા મોંમાંથી બ્રશ કરવા છતાં દુર્ગંધ આવે છે અને તમે બીજા સામે વાત કરતા શરમાઓ છો તો તમારે વરિયાળીનું સેવન કરવું જોઈએ. વરિયાળી ખાવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

ઉત્તમ પાચક: જો તમને ખાધા પછી કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યા થાય છે તો તમારે જમ્યા પછી વરિયાળી ખાવી જોઈએ. ખાધા પછી એક ચમચી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પછી જાય છે. આ સિવાય તમે તેમાં જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી અને ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ શકો છો. આ ચૂર્ણ ઉત્તમ પાચક છે.

પેટમાં દુઃખાવો: જો તમને વારંવાર પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરીયાળી ચાવીને ખાવાનું રાખો. વરીયાળીને ચાવીને ખાવાથી પેટના દુઃખાવામાં રાહત થશે. આ ઉપરાંત તમે વરીયાળી ની ઠંડાઈ બનાવીને પી શકો છો. તેનાથી પેટની ગરમી શાંત થશે અને જીવ ગભરાવાનું બંધ થઇ જશે.

હાથ-પગમાં બળતરા: જે લોકોને હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ હોય છે તેવા લોકોએ વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળી જશે.

ગળામાં ખરાશ: જો તમને ગળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવીને ખાઈ જાઓ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે અને ગળામાં દુખાવો દૂર થાય છે.

ત્વચામાં ચમક: રોજ એક ચમચી સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં કુદરતી ચમક આવે છે.

અપચો, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ: પચો અલ્સર, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરીયાળી નો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. વરિયાળી પેટ માં તેજાબ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે, તેની તીવ્રતા ઓછી કરે છે, આમાશય શોથ ને દુર કરે છે, અને આમાશય રોગ દુર કરે છે.

વજન ઘટવું: ઉપર જોયું તેમ વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે. એક દરરોજ રક ચમચી વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *