હવે જેમ ઋતુનું પરિવર્તન થવા લાગ્યું છે તેવામાં ઉનાળાની સીઝન આવી ગઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ ગરમી ચાલુ થઈ જાય છે. જેમ દિવસો બદલાય તેમ ગરમીના પ્રમાણમાં પણ વઘારો થાય છે.

ગરમીનું પ્રમાણ વઘવાથી શરીરનું તાપમાન પણ વધી જાય છે. માટે ઉનાળામાં આપણા શરીરને ઠંડુ પણ રાખવું જોઈએ. આપણા શરીરને થડક મળી રહે તે માટે ઘણા લોકો ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ઠંડા જ્યુસ, લસી વગેરેનું સેવન કરતા હોય છે.

આ માટે આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જણાવીશું જેનું સેવન કરવાથી આપણા શરીરને ખુબ જ ઠંડક મળશે અને તેના આપણા શરીરને ઘણા ફાયદા પણ જોવા મળશે. આજે જે ડ્રિન્ક વિશે વાત કરવાના છીએ તે ડ્રિન્કનું નામ વરિયાળીનું શરબત છે.

હા વરિયાળી આપણા શરીરને અંદરથી થડક આપવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે તમને વરિયાળીનો શરબત બનાવવાની રીત અને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવીશું.

વરિયાળી શરબત ની સામગ્રી: એક વાટકી વરિયાળી, 6 થી 7 ઈલાયચી, 5 કાળામરી, ચાર વાટકી ખાંડ
વરિયાળીનો શરબત બનાવવાની રીત: હવે એક તવીમાં વરિયાળીને નાખીને શેકી લો બે મિનિટ જેટલું થાય ત્યારે તેમાં ઈલાયચી ફોતરાં સાથે નાખીને હલાવો, તેને એ મિનિટ સુઘી હલાવીને બરાબર શેકાઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને ઠંડી થવા દો, ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને એક મિક્સર માં નાખો અને તેમાં કાળામરી અને ખાંડ મિક્સ કરી લો, ત્યાર પછી મિક્સરમાં ક્રશ કરી લો.

હવે જે વરિયાળી પાવડર તૈયાર થયો છે તેને એક કાચની બરણીમાં ભરી લેવો. હવે એક ગ્લાસ પાણીમાં બનાવેલ વરિયાળી પાવડર એક ચમચી મિક્સ કરીને હલાવી લો, તેમાં તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. હવે આ વરિયાળી શરબત તૈયાર થઈ ગયું છે. હવે આ પીણાંનું સેવન કરીને ઉનાળામાં શરીરને થડક કરી શકાય છે.

આ વરિયાળીના શરબતનું સેવન અઠવાડિયામાં ત્રણ વખત કરી શકાય છે. જેથી તેના તમને અંદભુત ફાયદા થશે. આ ડ્રિન્કના સેવન ગરમીમાં કરવાથી આપણા શરીરમાં ભરપૂર ઉર્જા મળી આવે છે. જેથી શરીરને ઠંડક પણ મળી આવે છે.

ઉનાળાની સીઝનમાં વધારે ગરમી પડવાથી તે ગરમી શરીર સહન કરી શકતું નથી જેના કારણે મોંમાં ચાંદા પણ પડતા હોય છે. ગરમીથી પડતા આ મોં ના ચાંદાને દૂર કરવા આ વરિયાળીના શરબતનું સેવન કરવું જોઈએ. જે શરીરને અંદરથી ઠંડક રાખે છે જેથી ચાંદા પાડવાની શક્યતા ખુબ જ ઓછી થઈ જાય છે.

વરિયાળી ના આ શરબતનું સેવન કરવાથી આપણા પેટના દરેક રોગનો નાશ કરવામાં મદદ કરે. આ ડ્રિન્કનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે અને પાચન સાથે જોડાયેલ સમસ્યા જેવી કે કબજિયાત, ગેસ, અપચો દૂર થઈ જાય છે. આ ઉપરાંત પેટને સાફ રાખીને પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.

વજન ઘટાડવા, બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવવા, ખીલ, ડાઘ, માનસિક તણાવ, ચિંતા, જેવી અનેક સમસ્યા એ દૂર કરવા માટે આ વરિયાળીના શરબતનું સેવન કરવું જોઈએ જેથી આ સમસ્યા માંથી તમને છુટકાળો મેળવી શકો. આ ડ્રિન્કનું સેવન ઉનાળામાં કરવાથી શરીરમાં રહેલ ગરમીને દૂર કરીને આખા શરીરને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે. આ શરબત નું સેવન કરવાથી આપણું મગજ પણ શાંત રહે છે અને યોગ્ય રીતે કામ કરવામાં પ્રેરિત કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *