ખાવાની ખરાબ ટેવોના કારણે વ્યક્તિના શરીરમાં અનેક પ્રકારના વિટામિન-ની કમી થઈ શકે છે તેમાંથી જ એક વિટામિન-એ વિષે આજે અમે તમને જણાવીશું, વિટામિન-એ આંખો માટે ખુબ જ જરૂરી છે તે દરેક વ્યક્તિ જાણતા હોય છે. પરંતુ તે શરીરન ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે.
વિટામિન-એ આંખો ઉપરાંત શરીરમાં ઈમ્યુનિટી મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે તે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય સીલ બનાવી અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે જેથી અનેક રોગો ઘણા રોગો શરીરમાં પ્રવેશ કરતા અટકે છે.
શરીરમાં વિટામિન- એ ઓછું થવાના કારણે આંખોની કમજોરી અને આંખોના નંબર પણ આવી શકે છે આ માટે આજે વિટામિન-એ થી ભરપૂર હોય તેવી જ કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે જે આંખોને તેજસ્વી બનાવે છે.
શરીરમાં વિટામિન ની કમી થવા લાગે ત્યારે ખાવાની ખરાબ ટેવ બદલાવી જોઈએ, જેથી શરીરની કોશિકાઓને જરૂરી પોષણ મળે છે જેના પરિણામે શરીરના દરેક અંગો યોગ્ય રીતે કાર્યશીલ રહે છે. આ સાથે મગજ ની કાર્ય ક્ષમતામાં પણ વઘારો કરે છે.
ગાજર: ગાજર માં સારી માત્રામાં વિટામિન-એ મળી આવે છે આ ઉપરાંત તેમાં આયર્ન પણ સારા પ્રમાણમાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે તેને સલાડ અથવા જ્યુસ બનાવીને પીવાથી આંખોની કમજોરી દૂર છે અને આંખોને તેજસ્વી બનાવે છે.
લીલા શાકભાજી ખાઓ: લીલા પાન વાળા શાકભાજીમાં સારી માત્રામાં વિટામિન-સી, વિટામિન-સી, આયર્ન, પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે આંખોના સ્વાસ્થ્ય માટે અને શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. નાની ઉંમરે જ બાળકોને આંખોના ચશ્માં આવી જતા હોય તો લીલા શાકભાજી ખવડાવાથી આંખોના ચશ્માં ના નંબર ઓછા થાય છે.
આ સિવાય તમે નિયમિત પાને કઠોળનું સેવન કરવાથી પણ આંખોની કમજોરી દુર થાય છે. દહીં, શક્કરિયા, પપૈયું, સોયાબીન, બીટ, કીવી વગેરે નું સેવન કરવું જોઈએ, જે આંખોને સાફ અને ચોખી રાખવાની સાથે આંખોને સ્વસ્થ અને તેજસ્વી બનાવે છે.