શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે અનેક પ્રકારના રોગો જન્મ લે છે. આમાં વિટામિન-એ નામના પોષક તત્વોની ઉણપને કારણે આંખોની રોશની ઓછી થાય છે. આ સિવાય આંખોની રોશની ઓછી થવાના અન્ય ઘણા કારણો છે.
મોબાઈલ અને લેપટોપ સ્ક્રીન પર લાંબો સમય કામ કરવાથી પણ આંખની સમસ્યા થાય છે. જો તમે પણ આંખોની રોશની વધારવા માંગો છો તો અહીંયા તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું રોજ સેવન કરો. તો આવો જાણીએ આ વસ્તુઓ વિષે.
કોળું ખાઓ : કબજિયાતથી લઈને આંખોની રોશની સુધી, કોળાનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક છે. કોળામાં બીટા કેરોટીન મળી આવે છે, જેમાંથી વિટામિન-એ મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, બીટા કેરોટીન શરીરમાં વિટામિન-એના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ માટે કોળાનો ઉપયોગ કરી શકાય છે.
ગાજર ખાઓ : શિયાળાની ઋતુમાં ગાજર સરળતાથી મળી રહે છે. તેમાં વિટામીન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના ઉપયોગથી શરીરમાં વિટામિન-એની ઉણપ દૂર થાય છે. આ માટે તમે શિયાળામાં ગાજર, ગાજરની ખીર, ગાજરના સલાડનું સેવન કરી શકો છો. આ સિવાય બદામનું પણ સેવન કરી શકાય છે.
પાલક ખાઓ : પાલકમાં આયર્ન, વિટામિન-એ, વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને પોટેશિયમ, ફાઈબર, પ્યુરિન અને ઓક્સાલિક એસિડ મળી આવે છે, જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. પાલકનું રોજ સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. તેની સાથે વિટામિન-એ પણ મળે છે.
માછલી ખાઓ : સ્વાસ્થ્ય નિષ્ણાતો ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે સી ફૂડ ખાવાની ભલામણ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ સી ફૂડમાં જોવા મળે છે. ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
આ સિવાય માછલીમાં વિટામિન A પણ જોવા મળે છે. માછલીના સેવનથી આંખોની રોશની વધે છે. આ સાથે શરીરમાં વિટામિન-એની ઉણપ દૂર થઈ જાય છે.