આપણે જાણીએ છીએ કે શરીર માટે ઘણા વિટામીન ખુબ જરૂરી છે. જો શરીરમાં કોઈ એક વિટામીનની ઉણપ હોય તો પણ બીમારીઓ થવાની શરૂઆત થઇ શકે છે. શરીરના દરેક અંગો સારી રીતે કામ કરી શકે તે માટે શરીરને પ્રોટીન, ખનીજ અને વિટામીનની પણ જરૂરી છે.

વિટામીન બી પણ એક એમાંથી એક વિટામીન છે જે શરીર માટે ખુબ જરૂરી છે. વિટામીન બી માં વાત કરીએ વિટામીન બી 12 તો આ વિટામીન શરીર માટે ખુબ જરૂરી છે. આ વિટામીન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવામાં મદદ કરે છે.

જો તમારા શરીરમાં આ વિટામીનની ઉણપ છે તો તમે ઘણા ખાદ્ય પદાર્થોથી પૂરી કરી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ કે કયા પ્રાકૃતિક સોર્સથી આ વિટામીનની ઉણપ પૂરી કરી શકો છો.

વિટામીન B12ની ઉણપથી થનારી શારીરિક બીમારી: શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો ઝડપી વજન ઉતરવું, માંસપેશીઓ નબળી પડી જવી,. ત્વચાનો રંગ પીળો પાડવા લાગવો, એનીમિયાનો શિકાર થવું, ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

1. દહીં: દહીંને વિટામિનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. દહીંમાં માં પુષ્કળ પ્રમાણમાં વિટામિન B-1, B-2 અને B-12 હોય છે, દહીમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક રહે છે. જો બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.દહીં ખાવાથી શારીરને ઘણા પોષણ પણ મળે છે.

2. ઓટમીલ: સવારે ઘણા લોકો બ્રેકફાસ્ટમાં જુદી જુદી વસ્તુઓ લેતા હોય છે પણ જો સવારે નાસ્તામાં ઓટમીલ ખાવામાં આવે તો તેમાંથી ફાયબર અને વિટામીન બંને મળે છે, આ ઉપરાંત તેમાંથી સારા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.

3. સોયા પ્રોડક્ટ્સ: જો દરરોજ થોડા પ્રમાણમાં સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી એ દરેકમાં વિટામિન બી-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે જેથી સોયા પ્રોડક્ટસનું સેવન કરવાથી શરીરમાં વિટામિન બી-12 ની ઉણપ દૂર કરી શકાય છે.

4. દૂધ: દહીંની જેમ દૂધને પણ વિટામિન બી-12નો સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. જો તમે નોનવેજ ન ખાતા હોય તો તમારા માટે દૂધ સૌથી સારો વિકલ્પ ગણી શકાય છે. વિટામિન બી-12 મેળવવા માટે ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી સારી માત્રામાં મળી રહે છે.

5. ચીઝ: બજારમાં દસથી બાર પ્રકારના ચીઝ મળી રહે છે અને તમે બધા ચીઝનું સેવન તો કરતા જ હશો. તમને જણાવીએ કે ચીઝ માં વિટામિન બી-12 હોય છે. કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.

જો તમારા શરીરમાં પણ વિટામિન બી-12ની ઉણપ છે તો તમારે પણ આ 5 વસ્તુઓ ખાવાની શરુ કરી દેવી જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તમારા ફેમિલી મેમ્બર ને જરૂરથી જણાવશો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઇ શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *