વિટામિન-ડી આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે તે આપણે બધા જાણીયે છીએ. તે આપણને ઘણી બીમારીઓ અને સ્વાસ્થ્ય સ્થિતિઓને દૂર રાખવામાં મદદ કરે છે, બીજા ફાયદાઓની સાથે તે તમારા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરૂરી છે.
તંદુરસ્ત રહેવા માટે દૈનિક જરૂરિયાત મુજબ વિટામિન-ડી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો અને તેમના ચાહકોને કહ્યું હતું કે તે સૂર્યસ્નાન કરીને વિટામિન ડીનો જરૂરી ડોઝ લઈ રહી છે.
જ્યારે તેમને ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેણે થોડો સમય કાઢ્યો અને ટેરેસ પર જઈને વિટામિન ડી લઇ રહયા હતા. ફોટોમાં શિલ્પાએ માથા પર સફેદ રૂમાલ રાખેલો છે. તે ટેરેસ પર ખુરશી પર બેસીને તડકો લઇ રહયા છે. શિલ્પા શેટ્ટીની આંખો બંધ છે, તે આરામ કરી રહી છે.
સવારનો સૂર્યપ્રકાશ આપણા માટે શા માટે મહત્વપૂર્ણ હોય છે? કારણ કે વહેલી સવારે તડકામાં બેસવું એ વિટામીન-ડી મેળવવાનો સૌથી સારો રસ્તો છે. તો ચાલો આ લેખમાં જાણીયે કે સૂર્યપ્રકાશ લેવાના ફાયદા શું છે અને વિટામિન ડી ના બીજા સ્ત્રોતો કયા કયા છે.
વિટામિન ડીના બીજા સ્ત્રોત : દરેક વ્યક્તિ પડે બહાર તડકામાં બેસવાનો સમય નથી હોતો. આપણામાંથી ઘણા લોકો ઘરની અંદર વધારે સમય પસાર કરે છે, જેના કારણે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતું નથી અને આપણે કુદરતી વિટામિન ડી મેળવી શકતા નથી.
વિટામિન ડીથી ભરપૂર ખોરાક : દરરોજ વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મેળવવામાં તમને મદદ મળી શકે છે. તો કેટલાક વિટામિન ડીથી ભરપૂર ખોરાક નીચે દર્શાવેલા છે.
જેમ કે ઇંડા, મશરૂમ્સ, અનાજ અને ઓટમીલ, ગાયનું દૂધ, માછલી અને વિટામિન ડી સપ્લીમેન્ટ. તો આ ઉપર જણાવેલ વસ્તુઓને તમારા ખોરાકમાં સમાવેશ કરીને તમે પણ સૂર્યપ્રકાશ સિવાય વિટામિન ડી સરળતાથી મેળવી શકો છો. તો ચાલો હવે જાણીયે સૂર્યપ્રકાશ લેવાના ફાયદા.
રિલેક્સ કરવામાં મદદ કરે છે : દરરોજ થોડી મિનિટો તડકામાં બેસવાથી તમને આરામનો અનુભવ થાય છે. તે તમારા મસલ્સને શાંત કરે છે અને મગજના જ્ઞાનાત્મક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
ડિપ્રેશન ઓછું થાય છે : જ્યારે તમે સવારે તડકામાં બેસો છો ત્યારે સૂર્યપ્રકાશ મગજને સેરોટોનિન નામનો હોર્મોન છોડવા માટે ઉત્તેજિત કરે છે, જેનાથી તમારો મૂડમાં સુધારો થાય છે અને તમને શાંતિનો અનુભવ થાય છે.
ઊંઘ ના આવવાની સમસ્યામાં થશે મદદરૂપ : જો તમને રાત્રે ઊંઘ નથી આવવાની સમસ્યા છે તો તમારે સવારનો તડકો લેવાનો પ્રયાસ કરવો જોઈએ. સૂર્યસ્નાન કરવાથી શરીરમાં મેલાટોનિનના ઉત્પાદનમાં સુધારો થાય છે જે તમને તમારી ઊંઘની પેટર્ન સુધારવામાં મદદ કરે છે.
હાડકાના સ્વાસ્થ્યમાં થાય છે સુધારો : જ્યારે તમારા હાડકાના સ્વાસ્થ્યની અથવા હાડકા મજબૂત બનાવવાની વાત આવે છે ત્યારે વિટામિન ડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂર્યપ્રકાશ અથવા સવારના તડકામાં બેસવાથી શરીરમાં કેલ્શિયમનું શોષણ વધે છે અને તમારા હાડકાં મજબૂત થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે : શું તમે જાણો છો કે સૂર્યપ્રકાશ લેવો સ્વયંપ્રતિરક્ષા રોગોની સારવારની વર્ષો જૂની પદ્ધતિ છે? તો તમને જણાવી દઈએ કે દરરોજ સૂર્યસ્નાન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શું તમને પણ વિટામિન ડી ની ઉણપ છે તો તમે પણ આ કુદરતી રીતે વિટામિન ડી ની ઉણપને પુરી કરી શકો છો. આ સાથે તમને બીજા પણ ઘણા ફાયદા થાય છે. જો તમને આ જાણકરી ગમી હોય તો, આવી જ બીજી માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.