આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના આહારનું સૌથી વધુ સેવન કરતા હોય છે જેના કારણે તેમને પૂરતું પોષણ મળતું નથી જેથી શરીરમાં પોષક તત્વોની કંઈ રહી જતી હોય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. આ માટે આરોગ્ય નિષ્ણાત પોષક તત્વોથી ભરપૂર આહારનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે.

આ માટે આહારમાં મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર હોય તેવા આહારનું સેવન કરવું જોઈએ. આપણા સ્વાસ્થ્ય માટે વિટામિન-સી, વિટામિન-સી, પ્રોટીન આ પોષક તતવો વાળા હારનું સેવન તો કરવું જ જોઈએ સાથે વિટામિન-ઈ થી ભરપૂર હોય તેવા આહારનો પણ સમાવેશ કરવો જોઈએ.

જે આપણા આરોગ્ય માટે પણ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. વિટામિન આપણે કુદરતી રીતે કેટલાક આહારમાં મળી રહે છે. જેમકે બદામ, ફળો, ડેરી ઉત્પાદન જેવા અનેક આહારમાં મળી આવે છે. આપણા શરીરમાં વિટામિન-સી ની ઉણપ થવાથી આપણા વાળ અને ત્વચાને લગતી સમસ્યા થવાનું શરૂ થાય છે.

વિટામિન-ઈ ઘણા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. માટે આપણે રોજિંદા આહારમાં વિટામીન થી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. તો ચાલો વિટામિન-ઈ ની કમીને પૂર્ણ કરવા માટે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તેના વિષે જણાવીશું.

બદામ: બદામ માં સારી માત્રામાં વિટામિન-ઈ નો સ્ત્રોત મળી આવે છે. 100ગ્રામ બદામમાં 24 મિલી ગ્રામ વિટામિન-ઈ મળી આવે છે. બદામને આહાર સાથે પણ લઈ શકાય છે સાથે બદામને પલાળીને પણ સેવન કરી શકાય છે. આ ઉપરાંત દૂઘમાં બદામ નાખીને પણ પી શકો ચો જે સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સૂરજમુખીના બીજ: આ બીજમાં સારી માત્રામાં વિટામિન-ઈ મળી આવે છે. જેનું સેવન કરવાથી પાચન કરવાની પ્રણાલીને સુઘારવામાં મદદ કરે છે. જેથી પાચન ને લગતી સમસ્યા દૂર થઈ જાય છે. આ બીજને દહીં અથવા સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

પાલકનું સેવન: લીલા શાકભાજીમાં પાલક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદકારક છે. પાલકમાં ઘણા બઘા મિનરલ્સ અને વિટામિન્સ મળી આવે છે. સાથે તેમાં સારી માત્રામાં વિટામિન-ઈ મળી આવે છે. માટે નિયમિત રીતે પાલકનું સેવન કરીને વિટામિન-ઈ ની કમીને પૂર્ણ કરી શકાય છે.

બ્રોકોલી: બ્રોકોલી માં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે સાથે સારી માત્રામાં વિટામિન-ઈ પણ મળી રહે છે. બ્રોકોલીનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયને લગતા રોગના જોખમથી બચાવે છે.

આ વસ્તુઓનું સેવન કરવાથી ભરપૂર માત્રામાં વિટામિન-ઈ મળી આવે છે. જે આપણા વાળ ખરવા, વાળ તૂટી જવા, માથામાં ટાલ પડવી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે વાળને મજબૂત બનાવે છે. આ વસ્તુનું સેવન કરવાથી આપણું લોહી શુદ્ધ થાય છે જે આપણી ત્વચામાં નિખાર લાવવામાં પણ મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *