આપણા શરીરને ઘણા બધા વિટામિન ની જરૂર હોય છે, તેમાંથી જ એક વિટામિન-K પણ છે, શરીરમાં જયારે વિટામિન K ની ઉણપ થાય છે ત્યારે નાની કે મોટી ગંભીર બીમારીના શિકાર બનતા હોઈએ છીએ. માટે વિટામિન-K આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે.
જયારે પણ વિટામિન- K ની ઉણપ થાય છે ત્યારે લોહી જાડું અને ગંઠાઈ જવાની સમસ્યા થતી હોય છે. જે વિટામિન-K ની ઉણપ હોય તેવો સંકેત આપે છે. શરીરના નાની મોટી કોઈ ઇજા થઈ હોય વાગ્યું હોય ત્યારે એક સતત લોહી આવ્યા કરતુ હોય અને તે રોકાતું નહોય જેના કારણે વ્યક્તિના શરીરમાં લોહીની કમી થાય છે.
રક્તનો પ્રવાહ ના રોકાઈ જવાના કારણે વ્યક્તિએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે શરીરમાં લોહી ઘટી જાય છે અને એનિમિયા જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે આ સમસ્યાને રોકવા માટે વિટામિન K હોવું ખુબ જ જરૂરી છે જે લોહીને પ્રવાહને રોકે છે.
લોહીનો વધારે પડતો સ્ત્રાવ થવાના કારણે અને એક જગ્યાએ ગંઠાઈ જવાથી હૃદયને પૂરતું લોહી ના મળે તો હાર્ટ અટેક પણ આવી શકે છે. વિટામિન-K આપણા શરીરના દરેક અંગો મેઈ ખુબ જ મહત્વનું કામ કરે છે.
તે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. શરીરમાં જયારે પણ વિટામિન-K ની ઉણપ થાય ત્યારે વિટામિન-K થી ભરપૂર એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, તો ચાલો જાણીએ વિટામિન-K ની ઉણપ દૂર કરવા માટે શું ખાવું જોઈએ.
દાડમ માં સારી માત્રામાં વિટામિન-K મળી આવે છે આ માટે શરીરમાં થયેલ વિટામિન-K ની ઉણપમાં દાડમ નું સેવન કરવું જોઈએ, આ માટે તમારે દાડમનો રસ પીવાનો છે જે વિટામિન-K ની માત્રાને પૂર્ણ કરશે, દાડમ લોહી બનાવામા મદદ કરે છે.
લીલા શાકભાજીમાં પાલક માં સારી માત્રામાં વિટામિન-K મળી આવે છે, પાલક શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તે શરીરમાં વિટામિન- K, કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા અન્ય પોષક તત્વોની કમીને પણ પૂર્ણ કરે છે અને હૃદય ને સ્વસ્થ બનાવે છે.
ગાજરમાં વિટામિન-K ની માત્રા સારા પ્રમાણમાં મળી આવે છે, ગાજર નંથી લઈ મોટા દરેક વ્યક્તિને ભાવે છે જેને રોજે સલાડમાં ખાવાથી લોહી બને અને લોહીને શુદ્ધ કરે છે, આ માટે ગાજરનું નિયમેત સેવન કરવાથી વિટામિન-K ની ઉણપ પણ દૂર કરી શકાય છે.
શરીરમાં વિટામિન-K થી ભરપૂર આ વસ્તુ ઉપરાંત કોબીજ, બ્રોકોલી, કાજુ વગેરેનું સેવન કરી શકો છો જે વિટામિન- K માત્રાને વધારી હાડકા ને મજબૂત બનાવે છે, અને શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જીનો સંચાર કરે છે.
