આપણે શરીરને હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા સવારે ઉઠીને આ એક કામ કરવાનું રહેશે. જે આપણા શરીરમાં અનેક નાની મોટી બીમારીમાંથી છુટકાળો અપાવશે. જેથી શરીર આજીવન માટે સ્વસ્થ અને નિરોગી રહેશે.
આ માટે આપણે સવારે વહેલા ઉઠીને ચાલવાની ટેવ પાડવી જોઈએ. જે નાનામાં નાની બીમારીથી લઈને મોટી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. ચાલવું દરેક નાની મોટી વ્યક્તિ માટે જરૂરી છે. આ માટે આજે અમે તમને સવારે વહેલા ઉઠીને ચાલવાના ફાયદા વિષે જણાવીશું.
ડાયાબિટીસ : ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે જેને કંટ્રોલમાં રાખવા માટે નિયમિત પણે રોજે ચાલવું જોઈએ. ચાલવાથી ડાયબિટીસ જેવો ગંભીર રોગ થવાની શકયતા રહેતી નથી, અને ડાયાબિટીસ રોગ હોય તો ચાલવાથી તેને કુદરતી રીતે કંટ્રોલમાં રાખી શકાય છે. માટે સવારે ઉઠીને જરૂર ચાલવું જોઈએ.
વજન કંટ્રોલ કરે: આજના સમયમાં અનિયમિત ખાણી પીણી હોવાના કારણે મોટાભાગના લોકો મોટાપાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેવા લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે તેમને રોજે ચાલવાનો નિયમ અમલમાં લઈ લેવો જોઈએ જેથી વજન ને કંટ્રોલમાં રાખી શકાય છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે: જેમનું લોહી જાડું રહેતું હોય, જેમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય એવા લોકોનું હૃદય ખુબ જ નાજુક હોય છે, માટે કોલેસ્ટ્રોલની બીમારી માંથી છુટકાળો મેળવવા અને હૃદયને સ્વસ્થ એન હેલ્ધી બનાવી રાખવા માટે રોજે સવારે વહેલા ઉઠીને ચાલવું જોઈએ. જેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.
બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે : ઘણા લોકો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે. તેવા દર્દીએ રોજે સવારે ચાલબુ જોઈએ અને ભોજનમાં સફેદ મીઠાની જગ્યાએ કુદરતી રીતે મળી આવતું સિંધાલુ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
શરીરના દુખાવા દૂર કરે: આજના સમયમાં મોટા ભાગે વ્યક્તિ કમર દુખાવા, પીઠના દુખાવા, ઘુંટણના દુખાવા, માંસપેશીઓના દુખાવા થતા સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ દુખાવામાં કુદરતી રીતે દુખાવા રાહત મેળવવા માટે ચાલવું જોઈએ. જેથી વધતી ઉંમરે હાડકાની કમજોરી આવતી અટકાવે છે અને હાડકાને મજબૂત બનાવે છે. ઘણા લોકોનું જીવન બેઠાળુ હોવાના કારણે અંગો જકડાઈ જાય છે તેવામાં ચાલવામાં આવે તો જકડાયેલ અંગો છુટા પડે છે અને સ્મુઘ થઈ જાય છે.
પેટની સમસ્યા દૂર કરે: ગેસ, અપચો, કબજિયાત, એસીડીટી, પેટની બળતરા, પેટનો દુખાવો જેવી અન્ય પેટને લગતી સમસ્યાઓથી છુટકાળો મેળવી શકાય છે. માટે પેટને લગતી દરેક સમસ્યાથી છુટકાળો મેળવવા રોજે સવારે ચાલવું જોઈએ. જેથી આપણી પાચનક્રિયા પણ મજબૂત બનશે અને પાચન સબંધિત વિકારોથી છુટકાળો અપાવશે.
લાંબુ જીવન જીવવા માટે રોજે સવારે ચાલવું જોઈએ કારણકે સવારે ચાલવાથી શરીરના બધા જ અંગો યોગ્ય રીતે કામ કરતા થઈ જાય છે અને લાંબા સમય સુઘી શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. ચાલવાથી હૃદય પણ હેલ્ધી રહે છે. જેથી હૃદય સંબધિત સમસ્યાઓથી બચાવી રાખે છે.
આજના સમયમાં ઘણા લોકો કેન્સર રોગથી પીડાતા હોય છે. તેવામાં મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષોમાં પોસ્ટેજ કેન્સર ખુબ જ વધી ગયું છે, માટે કેન્સર જેવા ભયકંર રોગથી બચવા માટે ચાલવું જોઈએ. જે લોકો તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હોય તેવા લોકોએ રોજે સવારે ચાલવાનું શરૂ કરવું જોઈએ.
ઘણા લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા હોય જે અનિદ્રાની બીમારીથી પીડાતા હોય છે તેવા લોકોએ રોજે ચલાવું જોઈએ. ચાલવાથી મગજ શાંત રહે છે. ચાલવાથી રક્ત પ્રવાહ વઘે છે અને લોહીને શુદ્ધ બનાવી રાખવા મદદ કરે છે.
સવારે વહેલા ઉઠીને ચાલવાથી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. જે નબળા પડી ગયેલ ફેફસાને મજબૂત બનાવવાનું કામ કરે છે. ચાલવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમીના કારણે કફની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. માટે રોજે સવારે વહેલા ઉઠીને ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.