આજના સમયમાં મોટાપો એટલે કે વજનની સમસ્યા વ્યાપક બની ગઈ છે. વજન વધવાને કારણે શરીરમાં નાની મોટી બીમારીઓનો ભય વધુ રહે છે. વજન ઘટાડવા માટે બધા લોકો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે.

ઘણા લોકો બધા ઉપાયો કરીને થાકી જાય છે પરંતુ તેમને કોઈ રીસલ્ટ મળતું નથી અને છેટવે તે પોતાના શરીર પર ધ્યાન આપવાનું બંધ કરી દેતા હોય છે. પરંતુ જો વજન ઘટાડવું હોય તો તમારું મન મક્ક્મ અને ધીરજ રાખવી જરૂરી છે.

કારણકે આપણે આપણી આસપાસ એવા ઘણા લોકો જોતા હોઈએ છીએ કે જે એક બે અઠવાડિયા વજન ઉતારવા ખૂબ મહેનત કરે છે પરંતુ પછી હિંમત હારી પડતું મુકી દેતા હોય છે તેથી તેમનું વજન પહેલાં કરતાં પણ વધી જાય છે. તો ચાલો આપણે ધીરજ રાખીને અસરકારક રીતે વજન ઘટાડવાના 10 ઉપાયો વિષે જોઈએ.

1) દિવસમાં બને તેટલું વધારે પાણી પીવું. બની શકે તો ત્રણથી ચાર વખત હુંફાળું પાણી પીવું. તો એ પણ શક્ય ન હોય તો સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટ પાણી ની સાથે મધ અને લીંબુ ઉમેરીને પીવું. (પાણીમાં મધ નાખવાનું છે જેથી પાણી એકદમ ઓછું ગરમ હોવું જરૂરી છે).

2) સવારે દૂધીનું, ગાજર, બીટ કે કારેલાનું જ્યુસ લેવું. તમે આ બધું જ્યૂસ મિકસ કરીને અથવા રોજ અલગ અલગ રીતે લઈ શકો છો. ખાસ ધ્યાન રાખવું કે જો દુધી કડવી હોય તો તેનું જ્યૂસ ક્યારેય ન પીવો.

3) કોઈ પણ ફ્રુટ જ્યુસ ની બદલે આખું ફ્રુટ ખાવું. આખું ફ્રૂટ ચાવીને ખાવાથી તેના બધા પોષાતાંતવો સારી રીતે મળે છે. 4) રોજ નિયમિત સમયે 30 થી 40મિનિટ ઝડપી ચાલવું અથવા દોડવું. 30 મિનિટ પ્રાણાયામ, યોગ, આસન અથવા હળવી કસરત કરવી.

5) જમવામાં બને તેટલું સલાડનો વધુ ઉપયોગ કરવો. સલાડમાં તમે કોબી, ટામેટા, કાકડી, ગાજર, ફણગાવેલા કઠો,ળ બાફેલી મકાઈ વગેરે લઈ શકો છો.

6 )વજન ઘટાડવા માટે ફાસ્ટ ફૂડ, આથાવાળી, મસાલા વાળી વસ્તુઓ,અથાણા, મેંદાની બનાવટ આઇસક્રીમ વગેરે ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. કેમકે સંસારના નિયમ મુજબ “કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ”.

7) રસોઈમાં શક્ય એટલો ખાંડનો ઉપયોગ ઓછો કરવો અથવા તો બિલકુલ ન કરવો અથવા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકાય. તેવી જ રીતે નોર્મલ મીઠા ની જગ્યાએ સંચળ અથવા તો રોક સોલ્ટ એટલે કે સિંધવનો ઉપયોગ કરવો કેમ કે મોટાપણાને લીધે હૃદયની કાર્યક્ષમતા પર નેગેટિવ અસર થાય છે, તેથી બ્લડપ્રેશર વધવાની શક્યતાઓ રહે છે. આ શક્યતાઓને ઓછી કરવા માટે સૉલ્ટમાં ફેરફાર કરવાથી ચોક્કસ લાભ થાય છે.

8) વ્રત ઉપવાસ કરવાનું ટાળો કારણ કે વ્રતમાં લોકો પાચનતંત્રને આરામ આપવાને બદલે વેફર, શીરો, બટાકાની તળેલી વસ્તુઓ વધારે ખાતા હોય છે જેથી નું પાચન તંત્ર પર લોડ વધે છે. જો વ્રત કે ઉપવાસ કરવા જ હોય તો ફ્રુટ, દૂધ અને સંચળ નાખેલી છાશ વગેરે લેવાં જોઈએ.

9) દિવસમાં તમે ત્રણથી ચાર વખત આ કોફી પીતા હોય તો તેના સ્થાને એક જ વાર લેવી અથવા તો તેની જગ્યાએ ગ્રીન ટીનો ઉપયોગ કરવો. જેથી એ ચા-કોફીમાં આવતી સુગંધને આપણે અવોઇડ કરી શકીએ.

10) દરરોજ પોતાના પાર્ટનરને કે અરીસામાં જોઈને એમ બોલવું કે ” હું ફિટ છું, મારુ વજન ઊતરી ગયું છે અને દિવસે ને દિવસે હું પાતળો કે પાતળી થઈ રહી છું “. તમે જ્યારે વજન ઉતારવા માટે ઉપર આપેલા ઉપાય અમલમાં મૂકો ત્યારે આ પોઝીટીવ થીંકીંગ કરવું જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *