આજના સમયમાં વજન વધવાની ફરિયાદોમાં ખુબજ વધારો થયો છે. વજન વધવાનું મુખ્ય કારણ લોકોનું બેઠાડું જીવન અને પરિશ્રમના અભાવ માનવામાં આવે છે. ઘણા લોકોનું વજન વધતું જ જાય છે જેના લીધે તેઓ સતત ચિંતામાં રહેતા હોય છે. વજન વધુ હોવું એ જુદા જુદા રોગોને આમંત્રણ આપવા જેવું કહી શકાય છે.

દરેક લોકો વજન ઘટાડવા માટે જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. મોટાભાગે એવું હોય છે કે વધારે વજન વાળા વ્યક્તિના શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થઈ જાય છે. જે શરીરમાં ધીરે ધીરે પ્રદુષણ, ખોટી દિનચર્યા અને અપચાને કારણે થયા કરે છે, શરીરમાં વજન બે કારણોથી વધી શકે છે. જેમાં ખાવાની ખોટી આદતો અને શારીરિક ગતિશીલતાના અભાવને કારણે વજનમાં વધારો થયા કરે છે.

તો આ લેખમાં અમે તમને વજન ઉતારવાના એક સ્પેશીયલ પાવડર વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા બેઠા કોઈપણ કસરત કર્યા વગર જ વજન ઉતારી શકો છો. આ પાવડરની ફાકીનો ઉપયોગ કરીને જે લોકોને પેટની ચરબી હોય કે વધારે પડતો ફેટ હોય તે લોકોને ખુબ જ સારું પરિણામ મળે છે.

જે લોકો વજન ઘટાડવા માટે છે તેમના માટે આ પાવડર ચમત્કાર રૂપ છે. માત્ર એક જ અઠવાડિયા સુધી રાત્રે સૂવાના સમયે આ પાવડરની એક ચમચી જેટલી ફાકી ગરમ પાણી સાથે લેવાથી તમને 100 ટકા ફર્ક જોવા મળશે.

વજન ઉતારવાનો પાવડર બનાવવા માટે: આ પાવડર બનાવવા માટે 4 વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલી અને મુખ્ય સામગ્રી છે આખું જીરું. ત્યારબાદ બીજી વસ્તુ છે વરીયાળી અને ત્રીજી વસ્તુ છે અજમો. આ બધી વસ્તુ એક સરખા ભાગે લેવાની છે. ત્રણેય વસ્તુને સૌપ્રથમ ગેસ પર વાસણમાં શેકવાની છે.

આ ત્રણેય વસ્તુઓ સારી રીતે શેકાઈ જાય પછી ગેસ બંધ કરી લો અને આ મિશ્રણને કોઈ ડીશમાં ભરીને રૂમમાં રાખી લો. જયારે આ વસ્તુનું તાપમાન રૂપના તાપમાન જેટલું થઈ જાય ત્યાં સુધી રાખો.

ત્યારબાદ મિક્સર માં આ ત્રણેય સામગ્રીઓના મિશ્રણને તેમાં નાખીને કરકરો ભૂકો થાય તે રીતે પીસી લો. આ પાવડરને સાવ બારીક ન પીસવો, માત્ર કરકરો ભૂકો કરવો જેથી સેવન કરતી વખતે મોઢામાં ચોંટે નહીં. હવે આ કરકરા ભૂકાને એક બાઉલમાં કાઢી લો.

આ પાવડરમાં છેલ્લે સંચળ પાવડર ઉમેરવો. સંચળ પાવડર ઉમેરવાથી આ પાવડરનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. વજન ઉતારવામાં પણ આ ત્રણેય સામગ્રીઓની સાથે સંચળ પણ ખુબ જ સારી એવી મદદ કરે છે.

આ રીતે આ 4 વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી દેવી અને તેને મિક્સરમાં નાખીને સરખી રીતે આ પાવડરને એક વખત મિક્સ કરી દેવો. જેથી કરીને આ વેટલોસ પાવડર સરસ રીતે બનીને તૈયાર થઇ જાય. આ પાવડરને તમે કોઈ પ્લાસ્ટિક કે કાચના ડબ્બામાં રાખીને આરામથી સંગ્રહ કરી શકો છો અને લાંબા સમય સુધી રાખી શકો છો.

ઉપયોગ કરવાની રીત: અહીંયા બનાવેલા પાવડરનો ઉપયોગ તમે સવારે ઉઠીને સીધો જ કરી શકો છો. આ પાવડર નરણા કોઠે સવારમાં લેવામાં આવે તો વજન ઘટાડવામાં ખુબ જ ફાયદો મળે છે માટે સવારે ઉઠીને કઈપણ ખાધા પીધા વગર આ પાવડરનું સેવન કરવું.

આ પાવડરનું તમારે સવારે માત્ર અડધી ચમચી જેટલું સેવન કરવું. જો તમે સવારે સેવન કરવાનું ભૂલી જાઓ તો રાત્રે સૂતા પહેલા અડધી ચમચી આ પાવડરનું સેવન કરવું. જો તમારે વજન ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મેળવવું હોય તો આ પાવડરને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવું. જેથી તમને તેના ખુબ જ સારા પરિણામ જોવા મળશે.

આ ઉપાય શિવાય જો તમે બહારનું ખાવાનું ચાલુ રાખો છો, વધુ તરેલું અને મસાલેદાર ખાઓ છો તો તમને ઓછું પરિણામ મળી શકે છે એટલા માટે બહારનું બધું જ ખાવાનું છોડી દેવું અને ઘરનું જ ભોજન લેવું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *