આજના સમયમાં સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર તમારી આસપાસ રહેલો દર ચોથો વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતાના ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે ખાવાની ખોટી આદતો, ખરાબ દિનચર્યા અને તણાવ છે.
નિષ્ણાતોના મતે સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર અને યોગ્ય આહાર જરૂરી છે. જો કે, આહારમાં જંક ફૂડ લેવાથી કેલરી વધવા લાગે છે. આ માટે ફાસ્ટ ફૂડ ટાળવું જોઈએ. આ સાથે સાથે ફિટ રહેવા માટે દરરોજ યોગ અને કસરત કરો.
આ સિવાય જો તમે વધતા વજનને ખુબજ ઝડપથી ઓછુ કરવા માંગો છો તો તમારે એક ખાસ ડ્રિન્ક રોજ ખાલી પેટ ચોક્કસ પીવું જોઈએ. આ ડ્રિન્ક પીવાથી સ્થૂળતામાં તો રાહત મળે છે સાથે સાથે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. તો ચાલો જાણીએ આ ખાસ ડ્રિન્ક વિષે.
અંજીર : અંજીરમાં ફિનોલ, પેક્ટીન ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6, ફેટી એસિડ જેવા પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી અનેક રોગોમાં ઘણી રાહત મળે છે. તેથી ડોકટરો હંમેશા દર્દીઓને ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપે છે. તેથી, તમારા રોજિંદા આહારમાં સૂકા મેવાનો સમાવેશ કરો.
તમને જણાવીએ કે તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે: હેલ્થ એક્સપર્ટના મતે અંજીરમાં ફિસિન હોય છે, જે ફેટ બર્ન કરવામાં મદદગાર છે. આ માટે અંજીરને પાણીમાં ઉકાળો અને તેનું સેવન કરો. આ સાથે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા અંજીરને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અંજીર વાળું પાણી પીવો. આ ડ્રિન્ક ચરબી બર્ન કરે છે. આ સિવાય દરરોજ નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરો.
કબજિયાતમાં રાહત મળે છે: ઘણા લોકો કબજિયાતથી પરેશાન થઇ ગયા હોય છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો અંજીરનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે રોજ ખાલી પેટે અંજીર ખાઓ. આ સાથે દરરોજ ખાલી પેટે અંજીરના પાણીનું સેવન કરવાથી પમ કબજિયાતમાં રાહત મળે છે.
અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. જો તમે કોઈ સમસ્યાથી પીડિત છો તો તમારા ફેમિલી ડોક્ટરની મુલાકાત જરૂરથી લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.