યોગ્ય આહાર લેવા અને નિયમિત વ્યાયામ કરવા છતાં, કેટલાક લોકો તેમનું વજન ઘટાડી શકતા નથી અને કેટલાક લોકો તેમનું વજન કેમ વધી રહ્યું છે તે સમજી શકતા નથી. વાસ્તવમાં, આજકાલ ખરાબ પોષણ, બહારના ખોરાક અને માનસિક સમસ્યાઓના કારણે વજન વધવા લાગે છે, જેને નિયંત્રિત કરવું પણ ખૂબ મુશ્કેલ છે.

પરંતુ, એવું નથી કે વજન ઘટાડવું કે કંટ્રોલ કરવું હવે અશક્ય થઇ ગયું છે. ખરેખર, આહારમાં કેટલાક ખાસ ફેરફારો કરીને, વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે અને તમે તમારો આકાર પાછો મેળવી શકો છો. આ લેખમાં અમે એવી જ કેટલીક ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,

જે માત્ર મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમારી પાસે પણ ઓછો સમય છે અને તમે વજન ઘટાડવા માંગો છો તો તમે આ 4 વસ્તુઓનું સેવન કરીને તમારું વજન ઘટાડી શકો છો.

1. પીનટ બટર સેન્ડવિચ : જો તમે વજન ઘટાડવા માટે ટેસ્ટી અને હેલ્ધી વિકલ્પ શોધી રહ્યા છો, તો પીનટ બટર સેન્ડવિચ તમારા માટે સારો ઓપ્શન છે. પીનટ બટર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે એક કે બે પીનટ બટર સેન્ડવીચ ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે અનિચ્છનીય કેલરીથી બચી જશો.

2. ચણા અને ટામેટા સલાડ : જો તમે તમારી ભૂખ સંતોષવા માટે નાસ્તો શોધી રહ્યા છો, તો ચણા અને ટામેટાંના સલાડ સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. તે તમારા માટે સારું લંચ પણ બની શકે છે.

ચણાને અગાઉથી ઉકાળીને રાખો અને પછી ટામેટાંને ઝીણા સમારીને તેમાં ચણા ઉમેરો. ત્યારબાદ હળવો મસાલો અને મીઠું નાખીને સેવન કરો. ચણામાં ખૂબ જ ઓછી ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

3. ગ્રીન સેન્ડવીચ : નાસ્તો કરવો હોય કે લંચ લેવો, ગ્રીન સેન્ડવિચ બંનેમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે પાલક, કાકડી, ટામેટા અને ડુંગળી વગેરે ઉમેરીને સેન્ડવીચ બનાવી શકો છો, જેની મદદથી વજન વધતું અટકાવી શકાય છે. ખાસ કરીને ઓફિસ, સ્કૂલ કે કોલેજ જતા લોકો માટે ગ્રીન સેન્ડવીચ સારો વિકલ્પ છે.

4. દૂધ અને પોહા : ભૂખને દૂર કરવા અને વધતા વજનને રોકવા માટે દૂધ અને પોહા ખૂબ જ સારો વિકલ્પ છે. તમારે ફક્ત એટલું ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ફક્ત ટોન્ડ અથવા સ્કિમ્ડ દૂધ જ લેવું જોઈએ. કારણ કે ફુલ ક્રીમ અથવા વધુ ચરબીવાળું દૂધ લેવાથી તમારા માટે વજનને નિયંત્રિત કરવું થોડું મુશ્કેલ બની શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *