બેસન પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે અને તે લગભગ દરેક ભારતીય રસોડામાં હાજર હોય છે. બેસનની તમે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. જો કે આપણને બધાને ભજીયા ખાવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ચણાના લોટનો ઉપયોગ વજન ઘટાડવામાં કરી શકાય છે.
બેસન ચણામાંથી બને છે જે શરીર માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તમે તમારા રોજિંદા રસોઈમાં ચણાના લોટનો ઉપયોગ કરીને તમે તમારા આહારમાં વધારાના પ્રોટીનનો સમાવેશ કરી શકો છો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
વજન ઘટાડવા માટે બેસન : બેસનમાં ઘઉંના લોટની તુલનામાં ઓછી કેલરી હોય છે. આ સિવાય સંશોધકોનો દાવો છે કે દાળ અને ચણાનો લોટ એકસાથે ખાવાથી અચાનક લાગવાવાળી ભૂખ ઓછી થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય ચણાના લોટ ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને મજબૂત કરે છે.
ચણાના લોટનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સારું રહે છે જેના કારણે તમારું શરીર સામાન્ય કરતાં વધુ ચરબી બર્ન કરે છે. ચણાના લોટમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને પ્રોટીન વધુ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. બેસનમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
તેમાં 100 ગ્રામમાં માત્ર 387 કેલરી અને 7 ગ્રામ ચરબી હોય છે અને તે 58 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 11 ગ્રામ આહાર ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આ સિવાય ચણાના લોટમાં 22 ગ્રામ પ્રોટીન, 64 મિલિગ્રામ સોડિયમ, 846 મિલિગ્રામ પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી6, મેગ્નેશિયમ વગેરે મળે છે.
આજે અમે તમને આવી જ 2 રેસિપી વિશે જણાવીશું જે ચણાના લોટમાંથી બને છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે ટેસ્ટી પણ છે અને ખાસ કરીને જ્યારે તમે વજન ઘટાડવાનું વિચારી રહયા હોય ત્યારે તે કામમાં આવે છે. તમે સ્વાદ પ્રમાણે સામગ્રી બદલી શકો છો અને તેલ પર પણ નિયંત્રિત કરી શકાય છે.
1. બેસન બ્રેડ ટોસ્ટ : સામગ્રી : ઝીણી મારેલી ડુંગળી 1/2 મોટી, ઝીણા સમારેલા મોટું ટામેટા 1/2, ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ 1/2, ઝીણી સમારેલી કોથમીર મુઠ્ઠી, આદુ લસણની પેસ્ટ 1/2 ટીસ્પૂન, બેસન 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર પ્રમાણે, તેલ જરૂર મુજબ, લાલ મરચું પાવડર સ્વાદ મુજબ, ગરમ મસાલા પાવડર 1/4 ચમચી, હળદર 1/8 ચમચી
બનાવવાની રીત : એક બાઉલમાં ચણાનો લોટ, ટામેટા, લાલ મરચું પાવડર, ડુંગળી, કેપ્સિકમ, લીલા ધાણા, આદુ-લસણની પેસ્ટ, ગરમ મસાલા, હળદર અને મીઠું મિક્સ કરો. હવે તેનું ઘટ્ટ બેટર બનાવવા માટે પાણી ઉમેરો. શાકભાજીને કોટ થાય તેવું હોવું જોઈએ અને વહેતું ના હોવું જોઈએ.
હવે બેટરમાં બ્રેડની થોડી સ્લાઈસ ડુબાડો. આ પછી પેનને મધ્યમ તાપ પર ગરમ કરો. ચમચીની મદદથી બ્રેડને પેનમાં આરામથી મૂકો. ધીમી આંચ પર ખાસ કરીને કિનારીઓ આસપાસ થોડું તેલ છાંટો. થોડીવાર પછી બ્રેડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. તૈયાર થયેલા બેસન બ્રેડ ટોસ્ટને લીલી ચટણી અને ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.
2. ખમણ ઢોકળા : સામગ્રી – બેસન 2 કપ, ફાટેલું દહીં 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/4 ચમચી, લીલા મરચા અને આદુની પેસ્ટ 1 ચમચી, રાઈ દાણા 1 ચમચી, તેલ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ખાવાનો સોડા 1 ચમચી, તાજી સમારેલી કોથમીર ગાર્નિશ માટે
બનાવવાની રીત : એક બાઉલમાં એક કપ ગરમ પાણીમાં ચણાનો લોટ અને દહીંને મિક્સ કરો. સારી રીતે મિક્સ કરો જેથી તેમાં કોઈ ગઠ્ઠો ના રહે અને પછી મીઠું ઉમેરો. હવે તેને 4 કલાક આથો આવવા માટે આમ જ રહેવા દો. પછી હળદર, લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો.
સ્ટીમરને ગરમ કરો. એક નાના બાઉલમાં ખાવાનો સોડા, લીંબુનો રસ અને એક ચમચી તેલને મિક્સ કરો. આ મિશ્રણને તૈયાર કરેલા બેટરમાં નાખો અને પછી સારી રીતે હલાવી લો. આ બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં નાખીને સ્ટીમરમાં રાખીને ઢાંકણ ઢાંકી દો અને સ્ટીમરને 10 મિનિટ સુધી તેનું કામ કરવા દો.
જયારે તે ઠંડુ થાય એટલે તેના ચોરસ ટુકડા કરી લો.એક તડકા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈના દાણા નાખી ઢોકળા ઉપર રેડો. પછી ચટણી સાથે સર્વ કરો. સ્વાદિષ્ટ તેમજ વજન ઘટાડવામાં મદદ કરતી આવી જ વધારે માહિતી માટે gujaratifitness સાથે જોડાયેલા રહો.