આજના સમયમાં વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. વજન વધી જવું તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. વજન વધુ હોવાને કારણે તમારા શરીરમાં નાની મોટી ઘણી બધી બીમારીઓ જન્મ લઇ શકે છે. વજન વધી ગયા પછી વજન ઘટાડવા આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ.

જો બધા પ્રયત્નો કરવા છતાં વજન ઘટી રહ્યું ના હોય તો તેના પાછળ તમારી ખોટી જીવનશૈલી જવાબદાર છે. જો તમારું પણ વજન વધુ છે અને ઘટી રહ્યું નથી તો જાણીલો અહીંયા બતાવેલી કેટલીક ટિપ્સ જે તમારું વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થશે.

તણાવમુક્ત રહેવું: આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે શરીરને તણાવ મુક્ત રાખવું ખુબજ જરૂરી છે. શરીને તણાવમુક્ત રાખવા માટે શરીરને પૂરતો આરામ આપો કારણ કે તણાવ વજન વધારવાનું એક કારણ છે. આજના સમયમાં મોટા ભાગના લોકી શારીરિક રીતે અને માનસિક રીતે તણાવમાં રહે છે જે વજન વધવાનું કારણ છે.

ચાલવું: જે લોકો ઓફિસ માં બેસીને કામ કરે છે અથવા શરીરને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપ્યા વગર કામ કરે છે અથવા તો જે લોકો જમ્યા પછી તરતજ સુઈ જાય છે તેવા લોકોનું વજન વધુ જોવા મળે છે. આવા લોકોએ જમ્યા પછી થોડી વાર ચાલવું ખૂબ જ જરૂરી છે. ચાલવાથી પાચનમાં મદદ થાય છે સાથે વધારાની કેલરી બર્ન થાય છે.

જમવાનો સમય નક્કી રાખવો: જમવું શરીર માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી સમયસર જમવું એ પણ છે. જમવાનો સમય નક્કી રાખવો ખુબજ જરૂરી છે. દિવસમાં ત્રણ વાર ભોજન લો. સવારે 7 થી 9 દરમિયાન નાસ્તો કરવાનો પ્રયાસ કરવો, બપોરે 11:30 થી 1 ની વચ્ચે બપોરનું ભોજન કરવું અને રાત્રે 8:30 વાગ્યા સુધી ભોજન કરી લેવું. સમય વગર જમવાથી પણ વજન વધી જાય છે.

ડાયેટમાં પ્રોટીનનો સમાવેશ કરો: સંતુલિત ખોરાકમાં પ્રોટીન હોવું ખુબ જ જરૂરી છે. તમને જણાવીએ કે પ્રોટીન એક એવું પોષકે તત્વ છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પ્રોટીનનું સેવન કરવાથી ભૂખ પણ ઝડપથી લાગે છે સાથે તે શરીરમાં ભેગા થેયલા બિનજરૂરી ફેટને બહાર કાઢવાનું કામ કરે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

રોજ 4-5 લીટર પાણી પીવું: વજન ઘટાડવું હોય તો દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ સારું રહે છે અને ખાવાનું સારી રીતે પચી જાય છે. આ સાથે પાણી પીવાથી પેટ ભારે લાગે છે અને ખાવની ઈચ્છા પણ ઓછી થાય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ગરમ પાણી અને લીંબુ: સવારે ગરમ પાણી પીવાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે પરંતુ જો સવારે ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરવામાં આવે વજન ઘટાડી શકાય છે. ગરમ પાણી સાથે લીંબુ નું સેવન કરવાથી પાચનતંત્રને સ્વસ્થ રહે છે. સવારે ઉઠીને 20 થી 30 મિનિટ સુધી વ્યાયામ કરવાથી પણ વજન ઘટાડી શકાય છે.

જંક ફૂડથી દૂર રહો: જો તમારે વજન ઘટાડવું હોય તો બજારુ ખોરાક અને જંકફૂડ ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો ખાવાના શોખીન હોય છે જે બજારુ ખોરાક ખાવાનું વધુ પાસાં કરે છે જે તેમનું વજન વધારી શકે છે. એટલા માટે બજારુ ખોરાક અને જંકફૂડ ખાવાથી બચવું જોઈએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *