જળ એ જ જીવન છે અને પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. વિશ્વભરમાં દરેક માટે મળતું પાણી અમૂલ્ય વરદાન છે અને પાણી પીવાના અસંખ્ય ફાયદા છે. પાણી પીવું દરેક ઉંમર માટે ફાયદાકારક છે પરંતુ એકવાર તમે 50 વર્ષ વટાવી ગયા પછી તે વજન અને આરોગ્ય વ્યવસ્થાપન માટે શક્તિશાળી સાધન છે.

50 વર્ષની ઉંમર પછી સ્ત્રીની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે, એટલે કે તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી ઉર્જા બર્ન કરવી મુશ્કેલ બની જાય છે. જેમ જેમ મેટાબોલિક રેટ ધીમો પડતો જાય છે તેમ તમારી ઉંમર પ્રમાણે વજન ઓછું કરવું મુશ્કેલ બનતું જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે પાણીથી પણ વજન ઓછું કરી શકાય છે. જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો જેનું વજન વધી રહ્યું છે અને વધારે મહેનત કર્યા વગર કે કસરત કર્યા વગર વજન ઓછું કરવા માંગતા હોય તો તમારા આહારમાં પાણીનો સમાવેશ કરો.

વજન ઘટાડવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓ માટે હાઇડ્રેશન અવરોધોને સરભર કરી શકે છે. આ લેખમાં કેટલીક રીત છે કે જેનો ઉપયોગ કરીને તમે પણ વજન નિયંત્રિત કરી શકો છો અને થોડા કિલો વજન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ કરી શકો છો.

ભોજન પહેલાં 30 મિનિટ પહેલાં પાણી પીવો : વિજ્ઞાન પણ સમર્થન આપે છે કે તમે ખરેખર હાઇડ્રેશન દ્વારા તમારા ચયાપચયને બદલી શકો છો. જર્નલ ઓફ ક્લિનિકલ ઍન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમના એક અહેવાલમાં જણાવે છે કે પાણીનો વપરાશ ઓછામાં ઓછા સમય માટે તમારા ચયાપચયને 30 ટકા સુધી વધારે છે.

ભોજનના 30 મિનિટ પહેલાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે તમને ભરેલું મહેસુસ કરાવે છે અને જમતા પહેલા પાણી પીવાથી વધારે ખાવાથી બચી શકો છો અને આ સિવાય તમારા શરીરને ચરબી તોડવામાં અને તેને ઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે.

તમારે કેટલું પાણી પીવું જોઈએ? તમારે દરરોજ લગભગ 1.8 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ કસરત, હવામાનની સ્થિતિ અને તમારા શરીરના વજન જેવી પ્રવૃત્તિઓ તેમાં ફેરફાર કરી શકાય છે. પાણીથી વજન ઘટાડવાની એક લોકપ્રિય પદ્ધતિ એ છે કે તમે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવો. સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવું એ તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવાની અને તમારા ચયાપચયને શરૂ કરવાની અસરકારક રીત છે.

તમારી દિનચર્યામાં પાણીનો સમાવેશ કેવી રીતે કરવો? મુખ્ય પ્રશ્ન જે ઉદ્ભવે છે કે તમે પાણી કેવી રીતે પીશો. એક દિવસમાં હજારો કામ કરતી વખતે ઘણા લોકો એક ગ્લાસ પાણી પીવાનું ભૂલી જાય છે. તમે કેટલીક સરળ ટિપ્સની મદદ લઇ શકો છો અને મહિનાના અંત સુધીમાં અમુક કિલો વજન ઘટાડી શકો છો.

રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં લીંબુ કે જડીબુટ્ટીઓનું સેવન કરો. તમારા ચયાપચયને વધારવાની સાથે તરસ વધારવા માટે તમારા આહારમાં પીસેલા લાલ મરચાંનો સમાવેશ કરો. તમારી સાથે હંમેશા એક પાણીની બોટલ રાખવાનો પ્રયાસ કરો. આ તમને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરશે.

ઠંડા પીણા અથવા સોડા પીવાને બદલે પાણીને પ્રાધાન્ય આપો. કોલ્ડ ડ્રિન્કમાં ઘણી બધી સુગર અને કેલરી હોય છે. કોક કોલાના એક કેનમાં 40 ગ્રામ સુગર અને 139 કેલરી હશે. આ કાર્બોનેટેડ પીણાં તમને ઘણી એનર્જી આપે છે અને તેમાં કેફીન હોય છે. તમે કોલ્ડ ડ્રિન્કને કોઈક દિવસ પી શકો છો પરંતુ દરરોજ તેની આદત ના પાડો

પાણી પીવાના બીજા ફાયદા : પાણીનો ઉપયોગ વજન ઘટાડવા માટે જ જરૂરી નથી, પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદાઓ છે. કોષોના ઉત્પાદકતામાં પાણી આવશ્યક ભૂમિકા ભજવે છે. પાણી એ માનવ શરીરને પેશાબના રૂપમાં ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરવા માટે ખૂબ જરૂરી છે.

હાઇડ્રેશન તમને ચમકતી ત્વચા આપે છે, જેનાથી તમે સમયની સાથે યુવાન દેખાવો છો. આ જ કારણ છે કે સ્કિન કેર પ્રોડક્ટ પાણી આધારિત હોવાથી તેમાં મોઇશ્ચરાઇઝિંગ અસર હોય છે. આ પ્રોડક્ટનો ઉપયોગ ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવા માટે સમય કાઢો.

જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા ઈચ્છો છો તો તેને તમારા દિનચર્યામાં પાણીનો સામેલ કરો. તેને તમારા આહારમાં સામેલ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો. આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *