ઘઉં ના લોટ ની રોટલી તો બધા લોકો ખાઈએ છીએ પરંતુ શું તમે ઘઉંનો જ્યુસ ના સ્વરૂપ માં ઉપયોગ કર્યો છે? એટલે કે ઘઉંના જવારાનો જ્યુસ બનાવીને પીધો છે. મોટાભાગના લોકોનો જવાબ હશે ના.આયુર્વેદમાં ઘઉંના જ્વારાના જ્યુસનું ખુબ જ મહત્વનું છે.
આ જ્યુસમાં આયોડીન, સેલેનીયમ, ક્લોરોફીલ, જિંક, લોહ અને બીજા જે તમારા બ્લડ સેલ્સ વધારવા માં મદદ કરે છે. ઘણાબધા વિટામીન હોય છે જે શરીરમાં રહેલા કોઈ પણ ઝેરી પદાર્થને દૂર કરવાનું કામ કરે છે. ઘઉંના જવારાના જ્યુસને પોષકતત્વોનું ઘર કેહવામાં આવે છે. આ જ્યુસ કોલેસ્ટ્રોલ થી લઈને હૃદયરોગ જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે.
કેન્સર : શરીર માટે કેન્સરની બીમારી ખુબજ ઘાતક ઘણી શકાય છે પરંતુ જો ઘઉંના જવારાના જ્યુસનું સેવન કરવામાં કેન્સર જેવી બીમારીને મટાડી શકાય છે. ઘઉંના જવારાના જ્યૂસનું સેવન છ મહિના સુધી સતત કરવામાં આવે તો કેન્સરની બીમારીમાં ખુબજ લાભ થાય છે. દિવસમાં થોડા થોડા સમય પછી આ જ્યુસ આપવાથી કેન્સના દર્દીને ખુબજ રાહત થાય છે.
ઘડપણના લક્ષણોને ઘટાડે: ઘડપણ આવવું એક કુદરતી પ્રક્રિયા છે જેને કોઈ રોકી શકવાનું નથી પરંતુ જો કેટલાક ઘરેલુ ઉપાય કરવામાં આવે તો લાંબી ઉંમરે પણ ઘડપણના લક્ષણોને ઘટાડી શકાય છે. ઘઉના જવારા દ્વારા તમે ઘડપણના લક્ષણોને આસાનીથી દૂર કરી શકો છો. કારણકે ઘઉંના જ્વારમાં ક્લોરોફીલ હોય છે જે ઘડપણને દેખાડનારા પદાર્થોની રફતારને ધીમી કરે છે.
લીવર સંબંધિત સમસ્યા: ઘઉંના જવારાના જ્યૂસ માં ક્લોરોફીલ નામનું તત્વ હોય છે. આ જ્યુસ પ્રવાહી સ્વરૂપમાં હોય છે જેનાથી એ આપણા શરીરની બધી નસોમાં પહોંચી અને શરીર માં રહેલા નકામાં તત્વો ને ઝડપથી બહાર ફેકી દે છે. આ જ્યુસમાં રહેલું ક્લોરોફીલ લીવર ની સફાઈ અને તેને શુધ્ધ કરવામાં મદદ કરે માટે જ્યુસ પીવો ખુબ જ ફાયદાકારક છે.
બ્લડ પ્રેશર ને ઓછું કરે : દરરોજ ઘઉંના જવારાના જ્યૂસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર ઓછુ કરી શકાય છે કારણકે આ જ્યુસ લોહી ને શુધ્ધ કરવામાં મદદ કરે છે. તમને જણાવીએ કે આ જ્યુસ માં ક્લોરોફીલ મોલીક્યુલ નામનું તત્વ શરીર માં રહેલા હિમોગ્લોબીન જેવું જ હોય છે. જે તમારા શરીર બ્લડ સેલ્સ વધારવા માં ખુબ જ મદદ કરે છે.
કબજિયાત: આજ કાલ કબજીયાતની સમસ્યા ખુબજ વધી ગઈ છે. ઘઉંના જવારા ફાઈબરનો સારો સ્ત્રોત છે જે કબજીયાતને આસાનીથી દૂર કરે છે. આ જ્યૂસ શરીરમાં મેટાબોલીઝમ ક્રીયાઓને ઉત્તેજિત કરીને મળત્યાગ ક્રિયાઓને આસાન બનાવે છે અને કબજીયાત પર રોક લગાવે છે આ સાથે તે રેકટલ બ્લીડીંગથી બચાવે છે
સ્કીન અને વાળ : ઘઉંના જવારા ના જ્યુસ માં વિટામીન- K અને વિટામીન- E અને પ્રોટીન ખુબજ સારી માત્રા માં હોય છે. માટે દરરોજ 1 ગ્લાસ ઘઉંના જવારા નો જ્યુસ પીવાથી વાળ ખરતા ની સમસ્યા માં થોડાજ દિવસોમાં ફાયદો જોવા મળે છે. આ જ્યુસના સેવનથી તમારા ચહેરા ઉપર ચમક આવે છે અને સ્કીનમાં ગ્લો પણ આવે છે.
તમેં ઈચ્છો તો જવારા ના જ્યુસ માં થોડુક મધ નાખી ને ચહેરા લગાવી શકો છો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.