ભારતમાં ડુંગળીને ખેતી સારા પ્રમાણમાં થાય છે સાથે જ દરેક લોકોના ઘરમાં ડુંગરી ચોક્કસ જોવા મળે છે. ડુંગળી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તે વાત તો બધા જ જાણીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકોને જાણતા હોય છે કે ડુંગળીના પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તે જ રીતે તેના ફાયદા પણ અલગ અલગ હોય છે.

તમને જણાવી દઈએ કે કોઇ પણ જાતિની ડુંગળી ખાવી સ્વાસ્થય માટે ખુબજ લાભકારક છે ત્યારે સફેદ ડુંગળી ખાવાની આપણા શરીરને કયા લાભો થાય છે તે વિષે તમને જણાવીએ. વાળને ખરતા અટકાવવા માટે: જે લોકોના વાળ નાની ઉંમરે ખરે છે તે લોકો માટે સફેદ ડુંગળી વાળને ખરતા અટકાવવા માટે ખુબ જ ફાયદાકારક છે.

ડુંગળીને ખાવાની સાથે તેનો રસ પણ ખુબજ ઉપયોગી છે. ડુંગળીનો રસ લઇ તેમાં વરિયાળી ના ફૂલ ને ડૂબાળી, તેને રૂની મદદથી વાળમાં લગાવીને રાતભર રાખી સવારે તેને ઠંડા પાણીથી ધોવાથી અઠવાડિયામાં વાળ ખરતા બંધ થઈ જાય છે. આ સાથે વાળ લાંબા થાય છે.

હદય: સફેદ ડુંગળી હદયને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય છે. તમે આ ડુંગળીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને લોહીમાં થતી ગાંઠોમાંથી રાહત મેળવી શકો છો.

આંખ માટે ફાયદાકારક: જે લોકોને નાની ઉંમરમાં આંખની સમસ્યા હોય, ચશ્મા આવી ગયા હોય અથવા તો નાની ઉંમરમાં મોતિયો આવી ગયો હોય તે લોકો રોજ સવાર સાંજ સેવન કાચા આમળા ના ટુકડા સાથે ડુંગરીના રસ નું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

હાડકાં માટે ફાયદાકારક: જે લોકોના હાડકા નરમ પડી ગયા હોય તેમના માટે સફેદ ડુંગળી લાભદાયી સાબિત થાય છે. સફેદ ડુંગળી ખાવાથી હાડકાંનું ધનત્વ વધે છે એટલા માટે ખાસ કરીને વુદ્ધ લોકો જેમના હાડકા નબળા થઇ ગયા હોય તેમને આ ડુંગળી ખાવી લાભકારક છે.

સાંધાના દુખાવા અને હાડકા ની કમજોરીમાં ફાયદાકારક: જે જગ્યા પર દુખાવો થતો હોય અથવા તો જે જગ્યા પર હાડકા કમજોર હોય તે જગ્યા પાર સફેદ ડુંગરીના તેલ ની માલિશ કરવાથી તકલીફ દૂર થાય છે.

ઊંધ માટે ફાયદાકારક: જે લોકો ડિપ્રેશનમાં રહે છે, જે લોકોને સારી ઊંઘ આવી સકતી નથી તે લોકો માટે સફેદ ડુંગળી એક કારગર ઉપચાર છે. તેને રોજ ખાવાથી સારી ઊંધ આવે છે

લોહી પાતળું કરવા: જે લોકોનું લોહી જાડુ છે અને પાતળું કરવા ઈચ્છે છે તે લોકો માટે સફેદ ડુંગળી ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. સફેદ ડુંગળી લોહીને પાતળું કરે છે એટલા માટે મોટી ઉંમકના લોકો અને હદય રોગના દર્દીઓને સફેદ ડુંગળીના સેવનથી લાભ મળી શકે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *