દરેક વ્યક્તિ ચહેરાને સુંદર બનાવવાની ઈચ્છા રાખે છે. તમે પણ તમારા ચહેરાની ત્વચા ને સોફટ સ્કિન બનાવવા માંગતા હોય તો અમે તમારા માટે આ આર્ટિકલમાં 5 ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમારા ચહેરા પર લાવશે નિખાર. તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપચાર વિશે.
લીંબુ : ચહેરાને સુંદર કરવામાં લીંબુ ખુબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે. લીંબુ તમારા ચહેરા પાર લાગેલ ધૂળ, માટી, ખીલ ને દૂર કરીને ચહેરાના રૂપ માં નિખાર લાવે છે. સૌથી પહેલા લીંબુ નો રસ કાઠી લો, ત્યારબાદ એક વાટકીમાં બેસન લઈને તેમાં લીંબુ નાખીને હલાવી લેવું.
ત્યાર પછી ચહેરાને ઘોઈને ચહેરા પર લાગવી દેવું. 30-40 મિનિટ પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દેવો. જેથી થોડા જ દિવસ માં તમારા ચહેરાની રોનક બદલાઈ જશે અને તમારો ચહેરો એકદમ વાઈટ થઇ જશે.
ટામેટા : ટામેટા મા વિટામિન ‘એ’ અને ‘સી’ આવેલું છે. તેથી ફેસપેક ઉપરાત નિયમિત લાગવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે. ટામેટા ચહેરા પર લગાવા થી ડાધ દુર કરી શકાય છે, એના માટે ટામેટા ને બે ભાગ મા કાપીને ચહેરા પર ધસો, પછી તેને 15 મિનીટ સુધી રહેવા દો, અને સાદા પાણી વડે ચહેરા ને ધોઈ નાખો, થોડા દિવસ આવું કરવામા આવે તો ચહેરા પરના ડાધા દુર થશે.
આબળા: આમળામાં રહેલા વિટામિન-સી માં ખુબ જ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તે લોહી નું શુદ્ધિ કરણ કરે છે અને તેનું સેવન કરવાથી ભૂખ વધારે લાગે છે. તે ઉપરાંત આબળા ત્વચાને અને હાડકાને સ્વસ્થ રાખે છે. આબળા ના નિયમિત સેવનથી ત્વચા પરની કરચલી દૂર થાય છે. માટે આમળાનું સેવન કરવું જોઈએ.
ચંદન પાવડર : ચહેરાને દૂઘ જેવો વાઈટ કરવા માટે ખુબ જઉપયોગી છે. ચંદન પાવડરમાં તમે પાણી અથવા દૂઘ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી શકો છો. તમે તે પેસ્ટને તમે ચહેરા પર લગાવી ને 25-30 મિનિટ રહેવા દેવું. ત્યારબાદ પાણી થી ઘોઈ દેવું.
હળદર : હળદર અનેક રોગમાં ઉપયોગી છે. હળદરમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાની નિખારમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે 2 ચમચી હળદર માં દૂઘ નાખીને પેસ્ટ બનાવી ને ચહેરા પાર લગાવી દેવાની. 20-25 મિનિટ રહેવા દઈ ને ચ્હેરાને ઘોઈ દેવો.
જો તમે પણ ચહેરાને દૂઘ જેવો વાઈટ કરવા ઈચ્છતા હોય તો તમે પણ આ ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. અમે આશા રાખીયે છીએ કે તમે પણ આ ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરીને તમારા ચહેરાની નિખાર પછી લાવી શકો છો.