આપણો પ્રભાવ ચહેરાની સાથે દાંતથી પણ પડતો હોય છે પરંતુ આજના સમયે મોટાભાગના લોકો પોતાના પીળા દાંતને લઈને ખૂબ પરેશાન હોય છે. પીળા દાંત થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. સવારે યોગ્ય રીતે બ્રશ ઉપરાંત દૂષિત ખોરાક, વ્યસન, ધુમ્રપાન અને આનુવંશિક લક્ષણો પણ જવાબદાર હોય છે

જે દાંતને ખૂબ નુકસાન કરે છે. જો દાંત ખરાબ હોય અને દાંતમાં કચરો ભરાઈ જતો હોય તો તે કચરો ખોરાક સાથે ભળીને શરીરમાં જાય છે તો તે રોગ ઉત્પન્ન કરે છે. તો ચાલો જાણીએ દાંતને મોતી જેવા સફેદ અને ચમકદાર બનાવવા માટે ના કેટલાક ઉપાયો વિષે.

બેકિંગ સોડા: બેકિંગ સોડાનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે પરંતુ તમને જણાવીએ કે બેકિંગ સોડાનો ઉપયોગ તમે દાંતની પીળાશ દૂર કરવા માટે પણ કરી શકો છો. આ ઉપાય માટે ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.

લીંબુ: લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા જે સફેદ દાંત માટે ખૂબ ઉપયોગી નીવડે છે. જમ્યા પછી લિંબુથી દાંત સાફ કરવાથી દાંતની ચિકાશ અને પીળાશ બંને ઓછી થાય છે. જો જમ્યા બાદ લીંબુવાળા પાણીથી કોગળા કરવાથી પણ દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ બંનેમાં રાહત મળે છે.

સફરજન: સફરજન નો ઉપયોગ બધા લોકો ખાવામાં જ કરે છે પરંતુ તમને જણાવીએ દઈએ કે સફરજન તમારા પીળા પડી ગયેલા દાંતને સફેદ ચમકદાર બનાવે છે.સફરજનનો ઉપાય કરવા માટે સફરજનનો 1 ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. આ ઉપાય થોડાક દિવસ કરવાથી તમને ફરક જોવા મળી શકે છે.

તુલસીના પાંદડા: દાંતની સફાઈ માટે તુલસીના પાંદડા ખુબ જ ઉપયોગી છે. તુલસીમાં દાંતની પીળાશ દુર કરવાનો ગુણ હોય છે. તુલસી મોઢા અને દાંતના રોગોથી પણ તમને બચાવે છે. તુલસીનો ઉપાય કરવા માટે તુલસીના પાંદડાને તડકામાં સુકવી અને તેનો પાવડર બનાવો. આ પાવડરને ટુથપેસ્ટમાં નાખીને બ્રશ કરવાથી તમારા દાંત ચમકવા લાગશે.

મીઠું: મીઠાનો ઉપયોગ દાંતને સાફ અને મોતી જેવા ચમકદાર બનાવવા ખૂબ પહેલાથી થતો આવે છે. મીઠું દાંતની પીળાશ ઓછી કરવામાં મદદરૂપ થાય કારણકે તેમાં ખૂબ સારી માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે વધુ પડતા મીઠાના ઉપયોગથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.

ગાજર અને લીંબુ: જ્યુસનો ઉપાય દાંતને ચમકતા મોતી જેવા બનાવા કરી શકાય છે. આ ઉપાય માટે ગાજરને છીલી નાખો અને પછી તેના ટુકડા કરી નાખો. આ ટુકડાઓને લીંબુના રસમાં નાખીને દાંત પર રગડો. ગાજરને દાંત પર રગડ્યા પછી 5 મિનીટ સુધી રહેવા દો.

5 મિનીટ રહેવા દીધા પછી મોઢું ધોઈ નાખો અને કોગળા કરી લો. આ ઉપાય કરવાથી દાંત સ્વસ્થ ચમકતા થઇ જશે અને દાંતની પીળાશ દૂર થઇ જશે. આ ઉપાય દાંત પર જામેલો કચરાને અને ડાઘને દુર કરવામાં પણ ઉપયોગી છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *