જો આપણે વાળને લાંબા અને મજબુત બનાવવા ઈચ્છતા હોઈએ તો ઘરે જ ઘણા ઉપાયો અજમાવી શકાય છે જે વાળના સ્વાસ્થ્ય માટે સારા છે. વાળના સ્વાસ્થ્ય માટે આપણે ઈંડા, લસ્સી અને દહી જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ.
દહીં વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દહીં ના કારણે વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે અને ઝડપથી વધવા લાગે છે. દહીંનો ઉપયોગ કરીને તમે લાંબા અને જાડા વાળની ઈચ્છા પૂરી કરી શકો છો. તો ચાલો જાણીએ વાળમાં દહીં લગાવવાના ફાયદા વિષે.
ડેન્ડ્રફથી છુટકારો: વાળમાં દહીં લગાવવાથી તમારા વાળમાંથી હંમેશા રહેતો ડેન્ડ્રફ દૂર થઈ જાય છે અને વારંવાર માથામાં ડેન્ડ્રફ દેખાતો નથી.
સફેદ વાળ થી રાહત મેળવો: જો નાની ઉંમરમાં જ સફેદ વાળ આવવા લાગ્યા હોય અથવા તો વાળ સફેદ થઇ ગયા છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. વાળને ફરી કાળા કરવા અને કાળા રાખવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો.
વાળના વિકાસ માટે ફાયદાકારક: દહીં લગાવવાથી તમારા વાળ ખૂબ જ સારી રીતે વધે છે અને સાથે જ તમારા વાળ ખૂબ જ મજબૂત બને છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
ડ્રાય વાળ માટે ફાયદાકારક: જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે, તો દહીંની પેસ્ટ અજમાવવાથી વાળમાં ચમક આવે છે અને વાળ પણ થોડા મોઇશ્ચરાઇઝ્ડ લાગે છે.
વાળમાં દહીં કેટલા સમય સુધી લગાવવું જોઈએ? વાળ પર દહીં લગાવવાની રીત ખૂબ જ સરળ છે. તમારે માત્ર એક બાઉલમાં દહીં લેવાનું છે અને હાથ અથવા બ્રશની મદદથી લગાવવાનું છે. ત્યાર બાદ તેને થોડું સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો.
લગભગ અડધા કલાક સુધી વાળમાં દહીં લગાવીને રાખો. ત્યાર બાદ વાળને સાદા પાણીથી ધોઈને કન્ડિશન કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવજો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઇ શકે.