આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો આપણા શરીરમાં વિટામીન અને પ્રોટીન ની ઉણપને લીધે ઘણા રોગો થતા હોય છે જેવા કે, જો શરીરમાં વિટામીન A ની ઉણપ હોય તો વાળ અને આંખના રોગ થવા, વિટામિન C ને કારણે પણ વાળ અને આંખના રોગો સાથે તમારી ઇમ્યુનીટી ડાઉન થવી, વિટામિન-ડી ની ઊણપથી તમારા હાડકા અને દાંત નબળા પડવા વગેરે.

તમને જણાવીએ કે આપણું શરીર ઘણા બધા વિટામીન અને તત્વોથી બનેલું છે. તો આજના આ લેખમાં અમે તમને તમારા શરીર માં વિટામીન બી 12 ની ઉણપ છે તે કઈ રીતે તમે નક્કી કરી શકો છો, વિટામીન બી12 ની ઉણપ ના કયા સંકેતો હોય છે તે વિષે જણાવીશું. જો તમે અહીંયા જણાવેલ લક્ષણો જાણી લેશો તો તમને તરત જ ખબર પડી જશે કે તમારા શરીર માં વિટામીન બી12 ની ઉણપ છે કે નહીં.

આ લેખમાં અમે તમને એ પણ જણાવીશું કે વિટામીન B12 ની ઉણપ માટે તમારે કયા કયા ખોરાક ખાવા જોઈએ. સૌથી પહેલા તો તમારા શરીર માં કેટલું વિટામિન હોવું જોઈએ તે જાણવું ખુબ મહત્વનું છે. આપણા શરીરમાં સામાન્ય રીતે 400 થી 500 મિલી લીટર જેટલું વિટામીન બી12 હોવું જોઈએ.

જો આ લેવલથી વિટામીન બી12 નીચું જાય તો તમને ડોક્ટર મિથાઇલકોબાલામીન નામનું ઈન્જેકશન કે ટેબલેટ આપે છે. હવે વિટામીન B12 ક્યાંથી મળે છે તે જાણી લઇએ : મિત્રો વિટામીન B12 ખાસ કરીને માસાહારની અંદર સૌથી વધુ રહેલું છે. શાકાહારી લોકો છે તે દૂધ કે દૂધની બનાવેલી વસ્તુઓ જેવી કે પનીર, દૂધ દહીં, માખણ અથવા અન્ય તેની કોઇ પણ વસ્તુમાંથી મેળવી શકે છે.

આ ઉપરાંત શાકાહારી લોકો મશરૂમ અંદર અને જમીનની અંદર જે વસ્તુ ઉગે છે જેવી કે બટાકા, બીટ, ગાજર, મૂળા આ તમામ વસ્તુઓ ની અંદર થોડી-થોડી માત્રામાં વિટામીન B12 મેળવી શકે છે. પણ જેટલી માત્રામાં માંસાહારની અંદર વિટામિન B12 મળે એટલી માત્રામાં આ બધી વસ્તુમાંથી મળતું નથી.

શરીરમાં વિટામીન B12 ની ઉણપ છે કેવી રીતે જાણવું: શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો શરીર કેટલાક સંકેતો આપે છે જેવા કે હાથ અને પગની નસો એકદમ સુન્ન પડી જવી એટલે કે પગ અને હાથ માં વારે વારે ખાલી ચડે, કોઈ પણ કારણ વગર તમને ખાલી ચડતી હોય, વધુ ખોરાક ખાવા છતાં પણ વારંવાર થાકનો અનુભવ, કમજોરીનો અનુભવ કરવો.

તમારું શરીર વધારે પડતું અશક્ત રહે છે, તો તમારે સમજવું કે તમને વિટામીન B12ની ઉણપ છે. આ ઉપરાંત જે કોઈ લોકોને વિટામીન B12ની ઉણપ થાય છે એમાં મોટા ભાગના લોકોને આંખે અંધારા આવતા દેખાય અથવા તો આંખે ઝાંખુ દેખાય છે. વિટામિન B12ની ઉણપના કારણે આંખોની રોશની પણ ઓછી થતી લાગે છે.

આ ઉપરાંત મેમરી લોસ થવા લાગે છે એટલે કે તમે નાની નાની વસ્તુઓ ને જલ્દી ભૂલી જાઓ છો, તમને નાની નાની બાબતો યાદ રહેતી નથી. કેટલાક લોકોની યાદશક્તિ એકદમ નબળી પડી જવી આ બધા જ લક્ષણો વિટામિન B12ની ઉણપના છે. જો તમારા વાળ નાની ઉમર માં સફેદ થઇ ગયા હોય, સફેદ થવા લાગ્યા હોય તો તે વિટામીન B12 ની ઉણપ નું મોટું લક્ષણ હોઈ શકે છે.

જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા, દાઢી સફેદ આવવી તેના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે. આ માટે તમારે વહેલી તકે ડૉક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. આ ઉપરાંત શરીરમાં લોહીની ઉણપ પણ થતી લાગે, ડિપ્રેશનની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

જે લોકોના શરીરમાં વિટામિન B12ની ઉણપ છે તે લોકોને ડિપ્રેશન પણ આવી શકે છે. શરીર માં લોહીની તકલીફ થઇ, હાડકાં નબળાં પડવાની સમસ્યા થાય, જીભ એકદમ નરમ પડી જાય, દુખાવો થાય, જીભ નો મોટાભાગનો ભાગ લાલ થઈ જાય. આવા લક્ષણો જણાય તો તમારે સમજવું કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે.

જો આવુ જણાય તો ડોક્ટર ને ત્યાં જઈ વહેલી ટકે વિટામિન B12 ચેક કરાવો. જો ડોક્ટર કહે તો ક્યાં ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દો અથવા તો ઘરે આવીને દૂધ કે તેનાથી બનતી વસ્તુઓ વધારે માં વધારે ખાવાનું રાખો. જે માંસાહારી લોકો છે તેમને મોટાભાગે વિટામિન B12ની ઊણપ નથી થતી. વિટામિન B12ની ઊણપ માત્રને માત્ર 85% શાકાહારી લોકોને જ થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *