આજના સમયમાં દરેક મહિલાઓને સુંદર દેખાવા ની ઈચ્છા હોય છે. તેના માટે મહિલાઓ ફેશવોશ, સાબુ નો ઉપયોગ કરતા હોય છે. જેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચોટેલી ધૂળ, કે માટી નીકળી જાય છે. પરંતુ તે પ્રોડક્ટમાં કેટલાક પ્રકારના કેમિકલ્સ અને રાસાયણિક તત્વો પણ આવેલ હોય છે.
જે ચહેરાની ચમક તો લાવે છે પરંતુ તેનાથી લાંબા સમયે નુકશાન પણ થાય છે. પરંતુ અત્યારના સમય માં વઘારે પડતું પ્રદુષણ ના કારણે અને આપણી રોજિંદા જીવનશૈલીમાં ફેરફાર થવાના કારણે ત્વચા પરની પ્રાકૃતિક ચમક ખોવાઈ જાય છે. જેથી તમે સુંદર દેખાતા નથી.
જો તમારે ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવવી હોય તો તમારે પણ તમારા દિવસની શરૂઆતમાં ફેરફાર લાવવા પડશે. તો તમારા ચહેરાની ચમક પછી આવી જશે. જેથી તમે સુંદર દેખાવા લાગશો. માટે તમારે દરરોજ સવારે ઉઠીને આ કામ કરવાના છે. જેથી તમારી ત્વચા સુંદર, મુલાયમ અને ચમકદાર બની જશે.
તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે જેનો ઉપયોગ સવારે ઉઠીને કરવાથી પ્રાકૃતિક ચમક લાવવામાં મદદ કરે છે. 1. દરરોજ સવારે ઉઠીને પહેલા તો એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. દરરોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાના અનેક ફાયદા પણ થાય છે.
દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી નું સેવન કરવાથી ચહેરા પર ચમક આવી જાય છે. આ ઉપરાંત શરીરમાં રહેલા ઝેરી તત્વોને અને બેક્ટેરિયાને બહાર નીકાળવામાં મદદ કરે છે. ગરમ પાણીનું સેવન વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. ગરમ પાણીનું સેવન કરવાથી ફેફસામાં જામેલ કચરાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પેટ સાફ રહે છે.
2. ચહેરાની ચમક લાવવા માટે એક ચમચી ચણાનો લોટ, એક ચમચી હળદર, અને તેમાં એક-બે ચમચી દૂઘ મિક્સ કરીને હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને નાહવા ના 30-40 મિનિટ પહેલા ચહેરા પર લગાવી દો. લાવ્યા બાદ તેને હળવા હાથે મસાજ કરો.
ત્યાર બાદ નાહવા જાઓ ત્યારે ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દો. આ ઉપાય માત્ર ત્રણ થી ચાર દિવસ કરવાથી ચહેરાની પ્રાકૃતિક નિખાર આવવાનું શરુ થઈ જશે. 3. દરરોજ સવારે નાહવા જાઓ ત્યારે પાણીમાં બે લીંબુનો રસ કાઠીને નાખો. ત્યાર બાદ તે પાણીથી સ્નાન કરો.
લીંબુ રહેલા એન્ટીએંજિંગ ના ગુણઘર્મો મળી આવે છે. જેથી શરીર પર ચોટેલ ધૂળ, માટી, બેક્ટેરિયા ને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ત્વચામાં ચમક આવે છે અને શરીર પર પડેલી કરચલી દૂર કરવામાં મદદ કરે છે.