અત્યારે હાલમાં દરેક જગ્યાએ તહેવારની શરૂઆત થઈ ગઈ છે. હવે દરેક લોકો નો ખુબ જ પાવન તહેવાર આવી રહ્યો છે જેમકે દિવાળી. દરેક લોકો દિવાળી ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ દિવાળી સમયે વાતાવરણ બદલાતું હોય છે.
શિયાળાની શરૂઆત દિવાળી થી થતી હોય છે. વાતાવરણમાં ફેરફાર થવાના કારણે શરદી, ખાંસી, તાવ જેવી અનેક સમસ્યા થવાની સંભાવના હોય છે. જો તમારે તહેવારમાં બીમાર થઈ જાઓ તો તમારો તહેવાર માં આનંદ અને ઉત્સાહ હોય છે ખરાબ થઈ જાય છે.
વાતાવરણમાં ચેંજ થવાથી શરદી અને ખાંસી થવી એ સામાન્ય થઈ ગયું છે. જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય તો તમે અનેક બીમારી ના શિકાર પણ થઈ શકો છો. માટે તમે જો તમારે તહેવારમાં બીમાર ના થવું હોય તો તમારે કેટલીક આદતો નું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે તમે આટલી વાતનું ઘ્યાન રાખશો તો તમે તહેવાર આનંદ અને ઉત્સાહથી ઉજવી શકો.
સ્વછતા જાળવી : આપડી મોટાભાગની બીમારીઓ અસ્વછતા ના કારણે જ થાય છે. અત્યારે હાલમાં કોરોના ને ઘ્યાનમાં લઈને દરેક વ્યક્તિએ તેનું પાલન કરીને સ્વછતા જાળવી એ પણ ખુબ જ મહત્વનું છે. જો તમે સ્વછતા નું ઘ્યાન રાખશો તો તમને કોઈ પણ વાયરસ ઇન્ફેક્શન, કે ચેપ લાગવાથી દૂર રહેવા માટે જમતા પહેલા હાથ ને અવશ્ય ઘોઈને જ ખોરાક લેવો જોઈએ.
જો તમે ક્યાંય બહાર જાઓ તો ફ્રેશ પર માસ્ક કે રૂમાલ બાંઘી ને જ નીકળવું જેથી બહાર જાઓ તો ધૂળ ઉડવાના કારણે તેના જીણારાજકણો શ્વાસ લેતી વખતે શરીરમાં ના જાય તે માટે ખાશ પહેરી ને જ નીકળવું જોઈએ. જે તમને સુરક્ષિત રાખશે.
રોગપ્રતિકારક શક્તિ વઘારો : રોગપ્રતિકારક શક્તિ શક્તિ નબળી હોય તો બીમાર થવાની શક્યતા વઘી જાય છે. તેના માટે તમારે વિટામિન-સી અને વિટામિન-બી વાળી વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. જેથી તમે અનેક રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે. અને તમે જલ્દીથી બીમાર નથી પડતા.
ઊંઘ પુરી કરવી : જો તમારી ઊંઘ પુરી ના થાય તો તમને બેચેની રહે છે અને તમને કામ કરવામાં પણ પૂરતું મન નથી લાગતું. ઊંઘ પુરીના થવાના કારણે થાક નો અનુભવ થાય છે તમારી રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે. જેથી તમને વાયર ઇન્ફેક્શન જેવું અનેક રોગ થવાની શક્યતા વધી જાય છે. માટે તમારે આખા દિવસમાં 6-8 કલાક ની ઊંઘ લેવી જેથી તમારુ શરીર સ્વસ્થ રહે છે.
પૌષ્ટિક આહાર લેવો : શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીલા શાકભાજી, ફ્રૂટ, માંસ વગેરે સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. દરેક ઋતુમાં જે ફળ આવે તે ખાવા જોઈએ. દિવસમાં 1 વાર ફળનું સેવન કરવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે.
જો તમે પણ તહેવારમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માંગતા હોય તો તમે પણ આ 4 ખાસ બાબતો નું ઘ્યાન રાખશો તો તમે પણ તહેવાર આનંદ અને ઉત્સાહ થી ઉજવી શકશો.