આજના સમયમાં દરેક વ્યકતિ પાણી તો પીવે જ છે પરંતુ પાણી પીવાની સાચી રીત કઈ છે અને પાણી ક્યારે પીવું જોઈએ તે 90% લોકો અજાણ છે. પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં 70 % પાણી રહેલ છે.
મોટાભાગે 100 માંથી 99 લોકો જમ્યા પછી તરત જ પાણી પી લેતા હોય છે. જયારે આપણે કોઈ પણ આહાર ખાઈએ છીએ ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય છે. જયારે અગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારે ઝડપથી ખોરાકને પચાવામાં મદદ કરે છે.
પરંતુ જો જમ્યા પછી તમે તરત જ પાણીનું સેવન કરો છો તો ઉત્પન્ન થયેલ અગ્નિ ધીમી થઈ જાય છે. અગ્નિ ધીમી થઈ જવાથી ખોરાક ને પચવામાં ઘણો સમય લાગે છે. કારણકે જમ્યા પછી પાણી પીવાથી ખોરાક પચતો નથી. માટે જમ્યા પછી પાણીનું સેવન ના કરવું જોઈએ.
જો જમ્યા પછી પાણીનું સેવન ના કરવામાં આવે તો જમ્યા પછી જે અગ્નિ ઉત્પન્ન થઈ છે તે આપણે ખાધેલ ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. જો ખોરાક સારી રીતે પચી જાય તો સરળતાથી મળ બહાર નીકળી જાય છે. જેથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે.
જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે તે ખોરાક પેસ્ટની પેસ્ટ બને છે અને તે પેસ્ટને પચવામાં આશરે 40 થી 45 મિનિટનો સમય લાગે છે. ત્યાર પછી તે લિકવિડમાં રૂપાંતર થાય છે એટલેકે તેનો રસ બને છે. જમ્યા પછીનો આજ સમય પાણી પીવાનો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એટલે કે 45 મિનિટ પછી પાણીને પીવું સૌથી યોગ્ય માનવામાં આવે છે.
પાણી પીવો છો ત્યારે તે પાણી હંમેશા માટે નીચે બેસીને ધુંટડે ધુંટડે પીવું જોઈએ. જેના કારણે ઘુંટણના દુખાવા જેવી અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. મોટાભાગે લોકો પાણીને એક સામાન્ય માનતા હોય છે. પરંતુ તે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે.
સામાન્ય માનવામાં આવતું પાણી શરીરના અંગોને મળવાથી યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે આ સાથે શરીરમાં બનતા ઝેરી પદાર્થોને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે.
પાણીને યોગ્ય રીતે પીવામાં આવે તો ત્વચાના રોગો, પેટના રોગો, વજન ધટાડવા, માઈગ્રેન, માથાનો દુખાવો, ચામડીના રોગો હાડકા સંબધિત સમસ્યા, શરીરમાં કમજોરી અને થાક લાગવો, કરચલીઓ, સાધના દુખાવા, રાતે ઊંઘ ના આવવી જેવી શરીરની બધી જ સમસ્યાને દૂર કરે છે.
જયારે પણ આપણે પાણી પીએ છીએ ત્યારે તે પાણી આપણા શરીરના અંગો જેવા કે કિડની, લીવર, ફેફસા, આંખો, મગજ જેવા શરીરના દરેક ભાગમાં પહોંચે છે આ માટે દિવસ દરમિયાન અમુક સમય અંતરે એટલે કે દર એક બે કલાકે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જે શરીરના દરેક ભાગમાં જવાથી દરેક અંગોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
દિવસમાં ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરમાં પાણી ઓછું થવાથી પેશાબ પીળો આવવો, સ્કિન સુકાઈ ને ઠીલી પડે, પાચન ક્રિયા ઘીમી થવા જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે આ માટે દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહેશે અને ઉર્જાવાન બની રહેશે.
જો તમે પણ પાણીને આ રીતે અને આટલું પાણી પીવો છો તો શરીરમાં થતા મોટાભાગના રોગો દૂર થશે. આ માટે જો શરીરને આજીવન માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવું હોય તો દિવસ દરમિયાન વધુ પાણી પીવાનું રાખવું જોઈએ.
