આ ઋતુમાં શરદી ઉધરસ થઈ જાય તે સામાન્ય છે. જેમાંથી ઘણી વાર ગળામાં ખરાશ થઈ જાય, ગળામાં કફ થાય જેવી ઘણી બધી સમસ્યા થાય છે, અને ગળાને જામ કરી દે છે. જેમ કે ઘણા લોકોને આ ઋતુમાં કફ થતો હોય છે અને એને લીધે ગળામાં ખરાશ થઈ જાય અને ગળામાં કફ ભરાઈ રહેતો હોય છે. જેના લીધે ધણી તકલીફ થાય છે.
ખાસ કરીને ગળા અને છાતીમાં લાંબો સમય કફ રહે તો શ્વસન ક્રિયામાં પણ તકલીફ ઊભી થઈ જાય છે. જેથી આ સમસ્યાને સમયસર દૂર કરવી જોઈએ. જે લોકોને આવી સમસ્યા હોય ગળામાં ખરાશ થઈ જતી હોય ગળામાં કફ થતો હોય એની માટેનો આ એક ખુબ સરસ ઉપાય છે.
ગળા ને લગતી સમસ્યા છે. જે વાયરલ ઇન્ફેકશનને કારણે થતી હોય છે. ઘણા લોકોને આવી સમસ્યા છે જે બહાર ઠંડી હવામાં રખડે એટલે આ સમસ્યા થતી હોય છે. ગણીવાર ગળા મા કફ એવી રીતે ફસાઈ જાય કે કફ અંદર પણ ન જાય અને બહાર પણ ન નીકળી શકે એવી રીતે પણ ક્ફ ફસાઈ જાય છે.
ગળા અને છાતીમાં કફ ની સમસ્યા છે એને કઈ રીતે દૂર કરવી માત્ર ત્રણથી ચાર વખત આ ઉપાય કરવાથી બહુ આસાનીથી આ સમસ્યા છે જે દૂર થઈ જશે. તો આ ઉપાય માટે માત્ર ત્રણ વસ્તુ ની જરૂર પડશે. જેમાં એક કાળામરી, હળદર અને મધ ત્રણેય વસ્તુ આપણા રસોડામાંથી આસાનીથી મળી જશે.
કાળામરી :- કાળામરી એ ત્રિદોષ નાશક છે. વાત, પિત, કફ ત્રણેય પ્રકૃતિના સમતોલ રાખે છે. કાળામરી સ્વાસ્થ્યમા ખૂબ જ મહત્વની ઔષધિ છે અને જે ખાસ કરીને ગળાને લગતી સમસ્યા હોય કે કફ હોય એની માટે ખૂબ સારું પરિણામ આપે છે.
મધ:- મધ એ એન્ટીબેક્ટેરિયલ છે. મધ એ તમારા પગના અંગુઠાથી લઇને માથાના વાળ સુધી સમગ્ર શરીરની તમામ સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
હળદર:- હળદર એ પણ એન્ટીબેક્ટેરિયલ છે. જે શરદી-ઉધરસના જીવાણુ ઓને નાશ કરે છે. ખાસ કરીને વાઇરલ ઇન્ફેક્શનથી થયેલી ગાળા ને લગતી સમસ્યા જેવી સમસ્યાઓમાં એક હળદર રામબાણ ઔષધી છે.
તો એની માટે કાળા મરીનો પાવડર કરી નાખવાનો કાળા મરીનું ચૂર્ણ કરી નાખશો તો વધારે સરળ પડશે વધારે સારું પરિણામ આપશે. અર્ધી ચમચી કાળા મરીનું ચૂર્ણ નાખવાનું છે, એની અંદર અર્ધી ચમચી હળદળ નાખવાની છે અને ત્યારબાદ મધની બે ચમચી નાખવાની છે. બે ચમચી મધ નાખી અને બરાબર રીતે હલાવી દેવાનું મિક્સ કરી દેવાનું છે. મિશ્રણ તૈયાર થઇ જશે.
આનું સેવન કઈ રીતે કરવાનું તો આ રીતે મિશ્રણ ભેગું કરી રાત્રે તમે સુઓ ત્યારે આ રીતે ભેગુ કરી મૂકી દેવાનું છે. આજે મિક્સ કરેલું મિશ્રણ તમારે સવારે જાગી અને ખાલી પેટે આ જ મિશ્રણ છે એને ચાટીને સેવન કરવાનું છે. એક સાથે ખાઈ જવાનું નથી. તેમણે ધીમે થી ચાટવાનું છે અને આ મિશ્રણ છે એને ચાટી જવાનું છે.
આ મિશ્રણનું સેવન કર્યા પછી તમારે એની ઉપર અડધો ગ્લાસ એક ગ્લાસ હૂંફાળું પાણી પી લેવું છે. આ ગળા ને લગતી સમસ્યાઓ માટે ખૂબ જ સારું પરિણામ આપતો આયુર્વેદિક ઉપાય છે.
આ ત્રણેય ઔષધિ કાળામળી, હળદર અને મધ ત્રણેય ઔષધિઓ વાઇરલ ઇન્ફેક્શનથી થયેલી સમસ્યાઓ શરદી, ઉધરસ, કફ, ગળાની સમસ્યાઓ હોય એની માટે ખૂબ જ સારું પરિણામ આપે છે. તમે ત્રણ થી ચાર દિવસ કરશો એટલે તમને ગળામાં જેટલી સમસ્યા રહેતી હોય તો કફ જામી જવાની કે કોઈપણ સમસ્યા દૂર થઈ જશે.
દોસ્તો જે લોકોને ગળામાં કફ, ગળામાં દુખાવો હોય, કે ગળામાં ખરાશની સમસ્યા હોય એ લોકો આ ઉપાય અવશ્ય કરજો તમને ફાયદો થશે અને તમારી સમસ્યા દૂર થઈ જશે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.