આ ચૂરણ ને આયુર્વેદમાં શક્તિનું પ્રતીક તરીકે સ્થાન મળેલ છે. આ ચૂરણનું નામ સૂંઠ છે. સૂંઠ અર્થ શુદ્ધિ કરનાર. સુકાયેલા આદુના પાવડર ને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. આદુ સુકાઈ જાય ત્યાર બાદ તેમાંથી સૂંઠ બને છે. સુકાઈ ગયેલ આદુમાં કેલ્શિયમ, ફાયબર, સોડિયમ, આયર્ન,
વિટામિન -સી અને વિટામિન-એ થી સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં જો સૂંઠનું સેવન કરવામાં આવે તો તેનો ગણો લાભ થાય છે. સૂંઠ નો ઉપયોગ વાયુ, કફ, વીર્ય વધારવામાં ખુબ જ ઉપયોગી છે. હરડે, ગળો, આમળા અને સૂંઠ ને આયુર્વેદ માં અમૃત
માનવામાં આવે છે. જો કોઈ પણ સ્ત્રી સુવાવડ પછી સૂંઠનું સેવન કરે અને તેમનું બાળક તેમનું દૂધ પીવે તો તે બાળક શક્તિ સાળી થાય છે. તો ચાલો જાણીએ આ ચૂરણના સેવનથી ક્યાં ક્યાં ફાયદા થાય તેના વિશે જણાવીએ.
માથામાં દુખાવો : આ ચૂરણના સેવનથી માથાના દુઃખમાં ઘણી રાહત થાય છે. વધારે પાદરા ટેંશન અને તણાવના કારણે માથાનો દુખાવો ચાલુ થાય છે. માટે સૂંઠ ને પાણીમાં પલાળીને તેનો લેપ માથા પાર લગાવી દેવો. જેથી માથાના દુખાવામાં રાહત મળશે.
સાંધાનો દુખાવો : સાંધાના દુખાવમાં ખુબ જ ઉપયોદી છે આ ચૂરણ. અત્યારના સમયમાં નાની ઉંમરના લોકોને પણ સાંધાના દુખાવની સમસ્યા થતી હોય છે. તો સૌથી પહેલા જાયફળનો પાવડર અને સૂંઠ ના પાવડરને તલના તેલમાં મિક્સ કરી દો. આ લેપ તૈયાર થઇ જાય ત્યાર બાદ આ લેપને સાંધા દુખાવની જગ્યા પાર લગાવીને કપડું વીંટી દેવું. જેથી તમને સાંધાના દુખાવામાં ધણી રાહત થઈ જશે.
રોગપ્રતિકારક શક્તિ વધારે : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ અને સૂંઠ બને ફાયદાકારક છે. આદુમાં રહેલ કરક્યુમીન અને કેપ્સાઈસીન જેવા એન્ટીઓક્સીડેન્ટ આવેલ છે. જે રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રોંગ કરે છે. સૂંઠ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ જ ઉત્તમ ઔષધિ છે.
શરદી માટે : આ ચૂરણ નો ઉપયોગ શરદી મટાડવા કરવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં સાકર, તજ, અને સુંઠને ઉમેરીને તેનો ઉકાળો બનાવો. આ ઉકાળો પીવાથી શરદીમાં રાહત થશે. ચા માં સૂંઠ અને આદુ નાખીને પીવાથી શરદીમાં ધણી રાહત થાય છે.
પેટની સમસ્યા : જો તમને પેટમાં કબજિયાત, પેટમાં બળતરા, જેવી સમસ્યા થાય તો આ ચૂરણ ઘણુ ફાયદાકારક સાબિત થશે. પેટમાં થતી અન્ય આસમયને દૂર કરવા માટે આ ચૂર્ણ લેવું સારું છે. આ ચૂરણ ને દૂધ સાથે લેવાથી પેટની દરેક સમસ્યા માં રાહત આપે છે.
વજન ઓછું કરવા : વજન ને ઓછું કરવા આ ચૂરણ ઘણું ઉપયોગી છે. માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી આ ચૂરણ નું સેવન કરવાથી વધારાની જામી ગયેલ ચરબીને દૂર કરવામાં મદદરૂપ છે.
હેડકી બંધ કરવા : હેડકીને બંધ કરવાનો આ એક દેશી ઉપાય છે. જો તમને હેડકી બંધ ના થતી હોય તો દૂધને થોડું હણાયું ગરમ કરીને તેમાં આ ચૂરણ નાખીને પીવા આવે તો હેડકી બંધ થઈ જાય છે.
આ ચૂરનો ઉપયોગ કરવાથી મોટાભાગની અનેક બીમારીમાં રાહાર આપશે. આ એક આયુર્વેદિક ઉપાય છે. જે તમે ઘરે આસાનીથી કરી શકો છો.