અમુક વખત વાસી ખોરાક ખવાઈ જાય અથવા કોઈ રોગના સૂક્ષ્મ કણો શરીરમાં જવાથી પેટનો દુખાવો શરુ થાય છે. પેટમાં દુખાવો થવાથી ઘણું પેઈન થાય છે. માટે અમે તમારા માટે એવા કેટલાક આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે.
બ્લેક મીઠું : સૂંઠ, અજમો, કાળું મીઠું, હિંગ, યવક્ષાર આ બધી વસ્તુ ભેગી કરીને વાટી ને તેનું ચૂરણ તૈયાર કરો. સવાર અને સાંજ નવશેકા પાણીમાં 2-3 ગ્રામ ચૂર્ણ મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે.
સૂંઠ : જમ્યા પછી જો પેટમાં સતત દુખાવો રહે તો તલ, ગોળ, સૂંઠ ને સરખા પ્રમાણમાં લઈને દૂઘમાં નાખીને સવાર અને સાંજ પીવાથી પેટમાં થયેલ દુખાવો દૂર થાય છે.
આદું : 2 ચમચી લીંબુનો રસ અને આદુના રસ, અને સાકર ને મિક્સ કરીને પીવાથી પેટમાં દુખાવો દૂર થાય છે. ફુદીના રસ, આદુનો રસ અને તેમાં સિંઘાલું મીઠું નાખીને પીવાથી પેટમાં થયેલ ગમે તેવો દુખાવો મટે છે.
અજમો : થોડો અજમો ફાકીને તેના પછી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે. અજમો અને સીંઘાલું મીઠું બંને ને વાટીને તેની ફાકી મારવાથી દુખાવમાં રાહત મળે છે.
લીંબુ અને જાયફળ : સૌથી પહેલા જાયફળને વાટી લેવું, ત્યાર પછી લીંબુનો રસ કાઠો, ત્યારબાદ તે રસમાં જાયફળ ને મિક્સ કરીને પી જાઓ. આવું કરવાથી 5 જ મિનિટમાં પેટમાં દુખાવો દૂર થઈ જશે.
ફુદીનો : ફુદીનાનો રસ કાઠીને તેમાં 1 ચમચી મઘ મિક્સ કરીને પીવાથી દુખાવામાં ઘણી રાહત થાય છે. દૂઘમાં સાકાર નાખી તેમાં 1 ચમચી દિવેલ નાખીને દિવસમાં બે વખત પીવાથી પેટમાં કોઈ પણ જાતનો દુખાવો દૂર થાય છે.
હરડે : હરડેને સૌથી પહેલા 2-3 પલાળી રાખો, ત્યારબાદ 2 હરડે, 1 પીપળી, એક ગ્રામ અજમો, એક ગ્રામ કાળું મીઠું આ બાધાને ગરમ પાણીમાં નાખીને સવાર અને સાંજ પીવાથી પેટમાં થતો સતત દુખાવો મટે છે. આ ડ્રીંકના સેવનથી ગેસ કબજિયાત જેવી સમસ્યા દૂર થઈ ને પેટ એકદમ સાફ થઈ જશે.
વરીયાળી : અપચાની સમસ્યા ના કારણે થતો પેટનો દુખાવો દૂર કરવા વરીયાળી ખુબ જ ઉપયોગી સાબિત થશે. એક ગ્લાસ પાણીમાં 2 ચમચી વરીયાળી નાખીને તેને ઉકાળો. ત્યાર પછી તેને ગાળીને તેમાં 1 ચમચી મઘ મિક્સ કરીને પીવાથી પેટ ના દુખાવામાં રાહત મળે છે.
હિંગ : એક ચમચી હિંગમાં પાણી નાખી પેસ્ટ તૈયાર કરો. તે પેસ્ટને નાભિની કિનારી પર લગાવાથી પેટનો દુખાવામાં રાહત મળે છે.
તુલસી : તુલસી ના પાન દરેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે. તુલસી પેટના દુખાવાને ચુટકીમાં દૂર કરી દેશે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 8 -10 તુલસીના પાન નાખીને પીવાથી રાહત થાય છે.