શું તમે પણ સ્વસ્થ અને નિરોગી રહેવા માંગો છો. તો આજે અમે તમને આ લેખમાં એવા કેટલાક નિયમો જણાવીશું. આ નિયમો જો તમે પણ અપનાવી લેશો તો તમે પણ જીવનભર સ્વસ્થ અને નિરોગી રહી શકશો.
જો તમે બહાર જાઓ તે પહેલા દરરોજ નાકમાં ઘી, કે કોપરેલનું તેલ આંગળીથી નસકોરામાં લગાવી દેવું. કારણકે બહારનું પ્રદુષણ, રજકણો, દુષિત હવા નાક માંથી ફેફસામાં જતા અટકાવી દે છે. જેથી અનેક બીમારીથી બચી શકાય છે.
સવારે ઉઠો ત્યારે અને રાત્રે સુતા પહેલા પાણીમાં 1 ચમચી મીઠું મિક્સ કરીને દરરોજ કોગળા કરવા જોઈએ. જેથી મોમાં રહેલ બેક્ટેરિયા દૂર થાય અને ગાળામાં જામેલો કફ પણ છૂટો પડે. અઠવાડિયા માં એક કે બે વાર અનાજ વગરનો આહાર લેવો. જેમ કે ખીચડી, મગની દાળ, લીલા શાકભાજીનો સૂપ, ફળો વગેરે લેવા જોઈએ જેથી ખોરાક પચવામાં આસાની થાય અને પાચનક્રિયામાં સુઘારો થાય છે.
ઠંડીની ઋતુમાં બાળકોને સ્વરે નાસ્તામાં દૂધ સાથે ગાયનું ઘી અને મઘ મિક્સ કરીને પીવડાવવું જોઈએ. દહીંની અંદર ઘી, સાકર, કે મધ મિક્સ કારિયા પછી જ સેવન કરવું. એકલું દહીં ના ખાવું જોઈએ. રાત્રે ભૂલથી પણ દહીં ના ખાવું.
પીવાનું પાણી દરરોજ ગરમ કરીને જ પીવું જોઈએ. તમે શિયાળા માં અને ચોમાસામાં ડર્મ પાણીમાં સૂંઠ નાખીને પીવું જોઈએ. અને ઉનાળામાં ગરમ પાણીમાં વરિયાળી નાખીને પીવું જોઈએ. પાણીને ગાળીને અને ઠંડુ કરીને જ પીવું જોઈએ.
ઋતુ પ્રમાણે જ શાકભાજી અને ફળ ખાવા જોઈએ.જે ઋતુ જે ફળ આવતા હોય તેનું જ સેવન કરવું જોઈએ. જયારે તમે જમવા બેઠા હોય ત્યારે પાણી ના પીવું જોઈએ. જમ્યા ના 25-30 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.
જયારે પણ તમે ખાટા ફળોનું સેવન કરો ત્યારે સંચળ અથવા ઢીંઢાનું નમક નાખીને ખાવા જોઈએ. ખાસ એ વાતનું ઘ્યાન રાખો કે ફળો ખાતી વખતે દૂધ ના પીવું જોઈએ. આહારમાં વધારે પડતું મીઠું, વધારે તીખું, ખારું, વઘારે ખાટું, વધારે તળેલા પદાર્થો નું સેવન ઓછું કરવું જોઈએ.
જયારે પણ નાના બાળકને ખાંસી, કે શરદી થાય ત્યારે તુલસીનો રસ, આદુનો રસ મિક્સ કરીને તેમાં મઘ નાખીને આપવું. વઘારે પડતી ખાટી, ગળ્યું કે ઠંડી વસ્તુ ના ખાવી જોઈએ.
લીલી શાકભાજીનું સેવન શિયાળામાં વધુ કરવું જોઈએ. આદુ, લસણ, મૂળા, લીલી હળદર ખુબ જ વધારે પ્રમાણમાં ખાવી જોઈએ. લીલી શાકભાજીમાં પાલક, બોરકોલી જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ.
હંમેશા ખોરાક ગરમ જ ખાવો જોઈએ. ઠંડી થઈ ગયેલ વસ્તુને ફરીથી ગરમ કરીને ના ખાવી જોઈએ. દરરોજ સાંજે મોડામાં મોડા નવ વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. 15 દિવસમાં એક જ વાર તરેલું ખાવું જોઈએ.
તમે જે દિવસ મીઠાઈ ખાઓ તે દિવસે સવારે કે સાંજે ખીચડી, પુલાવ, મગ જેવો હલકો ખોરાક ખાવો જોઈએ.