દરેક લોકો પોતાના શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગે છે. તેના માટે દરેક લોકોએ યોગ્ય પ્રમાણમાં ફળો ખાવા જોઈએ. તે ઉપરાંત લીલા શાકભાજીનું પણ સેવન કરવું એટલું જ જરૂરી છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર એવુ જાણવા મળ્યું છે કે કુદરતી અને દવા વગરના ફળો ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફળમાં મુખ્યત્વે નારંગીનો જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર દરરોજ નારંગીના જ્યૂનું સેવન કરવામાં આવે તો શરીરમાં થયેલ કોઈ પણ જાતનો તણાવ દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે અને તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો.
ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ક્રોનિક સોજો આવવાના કારણે ડાયાબિટીસ અને હૃદય રોગ જેવા અન્ય રોગોનું જોખમ વઘે છે. તે રોગને કંટ્રોલમાં લાવવા માટે નારંગીનો જ્યુસ પીવો જોઈએ. દરેકે લોકો નારંગીના જ્યૂસનું સેવન કરી શકે છે અને અન્ય રોગો થવાથી બચી શકે છે.
નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન એ આવેલ હોય છે. વિટામિન એ આંખો માટે ખુબ જ સારું છે. માટે અઠવાડિયા માં 2-3 વાર નારંગીનો જ્યુસ પીવો જોઈએ જેથી તમારી આંખો નું તેજ વઘે છે.
નારંગી ખાવાથી હૃદય હેલ્ધી રહે છે. તેમાં રહેલા ક્લોલિન અને પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વો આવેલ છે. આ ફળમાં ફોલેટ રહેલ છે જે હોમોસ્ટીનને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. જેથી આપણું હૃદય ખુબ જ સારી રીતે કામ કરે છે.
ડાયાબિટીસ થી પીડાતા દર્દી માટે નારંગી જ્યુસ લાભદાયક છે. જો ડાયાબિટીસ વારા દર્દી નારંગી અથવા નારંગીનો જ્યુસ પીવે તો સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખાટી વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ નહિવત થઈ જાય છે.
વજન ને કંટ્રોલ કરવા નારંગીનો જ્યુસ ઉપયોગી છે. એનું સેવન કરવાથી વજન આપમેળે જ ઓછું થવા લાગે છે. તેમાં ફાયબરની માત્રા પુષ્કર પ્રમાણમાં રહેલી છે. એનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે. વધારે વજન હોય તેમને આ જ્યૂનું સેવન કરવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ વઘારવા નારંગી જ્યૂસનું સેવન કરવું જોઈએ. આ નારંગી ફળમાં વિટામિન સી ખુબ જ વધારે પ્રમાણમાં આવેલ છે. જો તમને થાક લાગીયો હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય તો તમે પણ આ જ્યુસનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ ને મજબુત કરી શકો છો. જેથી તમે અનેક રોગથી દૂર રહી શકશો.
નાંરગીનું સેવન કરવાથી ચહેરો મુલાયમ અને સુંદર બનાવામાં ખુબ જ ઉપયોગી છે. જેના કારણે તમારા ચહેરાની ગ્લો વઘે છે. કહેરાની ચમક વધારવા નારંગીની છાલ નો ફેસ પેક બનાવો. તો સૌથી પહેલા નારંગીની છાલ કાઠીને સુકવી દો, ત્યારબાદ તે છાલને વાટીને પાવડર બનાવી લો, ત્યારબાદ તે પાવડરમાં દૂધ નાખીને હલાવી દો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચોખા પાણીથી ઘોઈ દો. તમારો ચહેરાની ચમક વધી જશે.
નારંગીમાં વિટામિન સી હોવાથી વાળ માટે ઘણુ ફાયદાકારક છે. નારંગીના ફેસ પેકને લાગવાથી વાળ મુલાયમ થઈ જશે. ફેસ પેક બનાવવા નારંગીના રસમાં મઘ મિક્સ કરીને વાળ પર લગાવી દો. સુકાઈ જાય પછી વાળને ઘોઈ લો. આમ કરવાથી વાળ ની ચમક વઘશે અને મુલાયમ થશે.