આપણે નાક દ્વારા શ્વાસ જે અંદર લઈએ છીએ તે ફેફસા માંથી ગળાઈને આપણા શરીરને મળે છે. માટે જો આપણે આપણા ફેફસાને સાફ ના રાખીએ તો આપણા શરીરમાં અનેક રોગ ઉત્પન્ન થઈ શકે છે.
માટે આપણે ફેફસાને સ્વચ્છ રાખવા ખુબ જ જરૂરી છે. ફેફસાને સ્વચ્છ રાખવા માટે નિયમિત પણે અમુક વસ્તુનું સેવન આહારમાં કરવું જોઈએ. જેથી ફેફસા સાફ રહે. તો ચાલો જાણીએ ફેફસાને સ્વચ્છ અને મજબુત બનાવવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
લસણ: લસણ નું સેવન કરવાથી હદય અને ફેફસા બંને સ્વસ્થ રહે છે. આ ઉપરાંત લસણ માં રહેલ તત્વો ફેફસાના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. માટે દિવસ માં એક કળી લસણનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહેશે.
જમરૂખ: શિયાળાની સીઝનમાં ભરપૂર માત્રામાં જમરૂખ મળી આવે છે. તમે ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. જમરૂખમાં એન્ટીવાયરલ ગુણ મળી આવે છે જે ખરાબ થયેલા ફેફસાને ચોખા કરીને મજબુત બનાવવામાં મદદ કરે છે.
ગાજર: ગાજર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરમાં રહેલા કેરોટીન નોઈડ નામના તત્વ ફેફસાના કેન્સર ને રોકવામાં મદદ કરે છે. માટે ગાજરને સલાડ માં કે પછી તેનો જ્યુસ બનાવીને પીવામાં આવે તો ફેફસા સાફ થાય છે.
ઈલાયચી: દરરોજ રાત્રે જમ્યા પછી એક ઈલાયચીનો નાનો ટુકડો ખાઈ લેવામાં આવે તો ફેફસા હંમેશા માટે સાફ રહે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ સારી થાય છે. પેટને લગતી સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે.
સફરજન: જો હંમેશા સ્વસ્થ અને નિરોગી રહેવું હોય તો દરરોજ એક સફરજન નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સફરજનનું સેવન કરવાથી ફેફસા સાફ રહે છે. આ ઉપરાંત શરીર માં ઉર્જા મળી રહે છે.
હળદર: હળદર ફેફસાને સાફ રાખવામાં મદદ કરે છે. હળદરમાં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે માટે રાત્રે સુતા પહેલા હળદર વાળા દૂધ અને હળદર વાળા પાણીનું પણ સેવન કરવું જોઈએ. જેથી ફેફસા પણ હંમેશા સાફ અને સ્વસ્થ રહે છે.
આદુ: આદુનું સેવન કરવાથી ફેફસા સાફ રહે છે. આદું આપણા શરીરના વાયુ માર્ગને શુદ્ધ કરવા માટે સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે. આદુનું સેવન કરવાથી ફેફસા સાફ થાય છે આ ઉપરાંત પેટને પણ સાફ રાખવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.