આરોગ્ય નિષ્ણતો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય પોષણ યુક્ત આહારનું સેવન કરવાનું કહેતા હોય છે. સૌથી વધારે આપણા સ્વાસ્થ્ય ને આયર્ન ની ખુબ જ વધારે પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબીની ઉણપ થઈ જતી હોય છે.
જેના કારણે શરીરમાં થાક, નબળાઈ જેવી અનેક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા થઈ શકે છે. માટે આપણે આપણી રોજિંદી જીવન શૈલીમાં આહારમાં આયર્નથી ભરપૂર હોય તેવો આહાર લેવો જોઈએ. જેથી શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકાય.
મોટાભાગે માસિક ધર્મ, ગર્ભાવસ્થામાં મહિલાઓમાં આયર્નની ઉણપ જોવા મળે છે. આયર્નની ઉણપ થઈ જવાના કારણે ચક્કર આવવા, હાથ પગ ઠંડા થઈ જવા, શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. માટે આયર્નની ઉણપને દૂર કરવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
ગોળ: ગોળ બારેમાશ મળી આવે છે. તેમાં ભરપૂર આયર્ન મળી આવે છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં થાક, નબળાઈ પણ દૂર થઈ જાય છે. ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે. માટે દરરોજ સવારે અને સાંજે એક એક ટુકડો ગોળનું સેવન કરવું જોઈએ.
આ ઉપરાંત ચણા સાથે પણ ગોળનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. ગોળ અને ચણા નું સેવન દરરોજ કરવાથી સાંઘાના દુખાવા અને સ્નાયુના દુખાવા થતા નથી. આ સિવાય શરીરને અંદરથી મજબૂત બનાવે છે. મહિલાઓ માટે ગોળનું સેવન ખુબ જ લાભદાયક સાબિત થશે.
આમળાંનું સેવન: આમળાં શિયાળામાં ખુબ વધુ માત્રામાં મળી છે. તે ખાવામાં ખુબ જ ખટમીઠાં લાગે છે. ખાસ કરીને દરેક મહિલાઓને આમળાનું સેવન કરવાનું ખુબ જ ગમે છે. કારણકે તેનું સેવન કરવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે આ ઉપરાંત તેમાં ઘણા પોષક તત્વો પણ મળે છે.
માટે દરરોજ આમળાનું સેવન કરવાથી એનિમિયા ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને લોહીને શુદ્ધ કરે છે. માટે દરરોજ એક આમળાનું સેવન કરવાથી આયર્નની કમી દૂર થાય છે. મહિલાઓ માટે આમળાનું સેવન અમૃત સમાન છે.
કિસમિસ: ઘણા બધા એવા ડ્રાયફ્રૂટ્સ છે જેમાં આયર્ન મળી આવે છે. પરંતુ સૌથું વધુ આયર્ન કિસમિસમાં મળી આવે છે. જે લોહીના રક્તકણોમાં વધારો કરે છે. લોહીની ઉણપ દૂર કરવા માટે દરરોજ રાતે સુતા વખતે 10 કિસમિસ ને આખી રાત પાણીમાં પલાળી રાખો.
ત્યાર પછી તેને સવારે ઉઠીને ખાલી પેટ સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં આયર્ન ની ઉણપ દૂર થાય. કિસમિસ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત આયર્નની ઉણપને પણ દૂર કરી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
