આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યુ થઈ ગયું છે. તેવામાં અનિયમિત ખાણી પીણી હોવાના કારણે વ્યક્તિ ઘણી બીમારીના શિકાર પણ બની શકે છે. આ માટે આપણે રોજિંદા જીવનમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ વધી ગઈ છે.

તેવામાં આજનો માનવી ઓફિસમાં કે ઘરે બેસીને કોમ્યુટર બેસીને આખો દિવસ કામ કરતા હોય છે. જેના કારણે કમરનો દુખાવો, પીઠનો દુખાવો જેવી સમસ્યા થતી હોય છે. જે દુખાવો વ્યક્તિને જીવન શૈલી અસ્તવસ્ત કરી દે છે. આ ઉપરાંત વધારે વજન ઉપાડવાથી પણ કમર અને પીઠનો દુખાવો થતો હોય છે.

કમરનો દુખાવો અને પીઠનો દુખાવો આમ તો 50 વર્ષ પછી થતો હોય છે. પરંતુ આ સમસ્યા હાલના સમયમાં 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. કમર અને પીઠનો દુખાવો વાયુ પ્રકૃતિના કારણે થતો હોય છે. વાયુમાં વધારો થવાથી શરીરમાં અનેક પ્રકારના દુખાવા થવાનું શરુ થઈ જાય છે.

પીઠના ઉપરના ભાગમાં, કરોડરજ્જુમાં થતો દુખાવો અને કમરનો દુખાવો દૂર કરવા માટેનો એક ઘરેલુ અને દેશી ઉપાય જણાવીશું જેની મદદથી દુખાવામાં ખુબ જ રાહત મળશે અને દુખાવા ને કાયમી દૂર કરવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.

તો ચાલો જાણીએ કઈ વસ્તુનો ઉપયોગ કરવાથી કમરના દુખાવા અને પીઠમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ માટે તમારા રસોઈ ઘરમાં રહેલ વસ્તુનો ઉપયોગ કરવો પડશે જે દરેકના ઘરે ખુબ જ આસાનીથી મળી રહેશે. આ માટે તમારે ગોળ, તલ અને સુકવેલા આદુનો બાનાવેલ પાવડરની જરૂર પડશે.

ઘરેલુ ઉપાય: સૌથી પહેલા 3 મોટી ચમચી તલ લેવાના છે, ત્યાર પછી તે તલને મિક્સરમાં પીસીને ક્રશ કરી લેવા, ત્યાર પછી તેને એક કાચની બરણીમાં ભરી લેવો, હવે એક ગ્લાસ દૂઘ ને ગરમ કરવા મૂકવું અને તેમાં એક ચમચી તલ પાવડરની નાખવાની છે. ત્યાર પછી થોડું ગરમ થાય ત્યારે તેમાં એક ટુકડો દેશી ગોળનો સમારીને દૂઘમાં નાખવાનો છે,

ત્યાર પછી 1/4 ભાગની ચમચી સુંઢ પાવડર તે દૂધમાં મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી દૂઘ સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસને બંધ કરી દૂધને થોડું ઠંડુ થવા દેવું ત્યાર પછી તે દૂધને પી જવાનું છે. આ દૂધનું સેવન દિવસમાં એક વખત સેવન કરવાનું એટલે કે રાત્રીના સમયે જ પીવાનું રહેશે.

આ ડ્રિન્કમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જેથી હાડકા અને સ્નાયુઓ મજબૂત રહે છે. સાથે આ દૂધનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી આવે છે. જેથી શરીરમાં થાક અને નબળાઈ રહેતી નથી જેથી આખો દિવસ કામ માં મન લાગેલું રહે છે સાથે સ્ફૂર્તિવાન રાખવામાં મદદ કરે છે.

દિવસમાં એક વખત આ ડ્રિન્કનું સેવન કરવાથી 30 વર્ષની ઉમર પછી થતા કમરના દુખાવા અને પીઢના દુખાવામાં રાહત મળશે. રોજે આ દૂઘનું સેવન કરવાથી શરીરમાં કયારેય કેલ્શિયમની ઉણપ નહીં થાય. જેથી 60 વર્ષની ઉંમર પછી પણ સાંઘાના દુખાવા, કમરના દુખાવા, પીઠના થતા દુખાવા દૂર કરી હાડકાને મજબૂત બનાવી રાખશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *