તમારા શરીરમાં કમજોરી કે અશક્તિ આવી ગઈ હોય તો અહીંયા તમને એવા પાંચ દેશી એવા પ્રયોગો જણાવીશું જે તમારા રસોડાની અંદર રહેલી આ વસ્તુઓ રહેલી છે તેના વડે તમે તમારી અશક્તિ કે કમજોરીને દૂર કરી શકો છો.

આ ઉપરાંત આ વસ્તુઓ શરીરમાં લોહીની ઊણપ હોય, હિમોગ્લોબીન દિવસેને દિવસે ઘટી રહ્યું હોય તો અહીંયા તમને જે પ્રયોગ જણાવીશું એ રીતે તમે પ્રયોગ કરી લેશો તો સો ટકા અશક્તિ કમજોરી દૂર થઇ અને નસે નસમાં નવી શક્તિ આવી જશે.

1) પહેલી વસ્તુ જે સવારમાં ઉઠીને થોડો નાસ્તો કર્યા બાદ તમારે એક ગ્લાસ જેટલો ગાજરનો રસ પીવાનો છે. ગાજરનો રસ આપણી આંખોની રોશની વધારે છે, વાળ ખરતા અટકાવે છે, તમારા શરીરમાં લોહીની ઉણપ હોય એ લોહીની ઉણપને દૂર કરે છે. શરીરમાં અશક્તિ આવી ગઈ હોય, કોઈપણ વસ્તુ તમે ઉઠાવી શકતા નથી તે તમામ નબળાઈ દૂર થશે અને તમારું શરીર છે શક્તિશાળી બની જશે.

2) બીજો પ્રયોગ જમ્યા પછી 10 મિનિટ પછી 2 થી 3 પાકાં કેળા નું સેવન કેવાનું છે. આથી જયારે તમે જમો છો ત્યારે તમારે 2 થી 3 કેળા તમે જમ્યા પછી ખાઈ લો તેટલું ઓછું જમવાનું છે. પાકા કેળા તમારા શરીરની અશક્તિ ને દૂર કરે, નબળાઈને દૂર કરે છે અને શરીરમાં નવું લોહી બનાવે છે. ઉપરાંત તે લોહીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે .

જે લોકોનું વધારે વજન છે તેવા લોકોએ જમવાનું અડધું જમવાનું છે અને જમ્યા પછી 2 થી 3 કેળા ખાવાના છે. આ ઉપરાંત તેવા લોકોએ જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલવાનું છે અને સવારે યોગા કે કસરત કરવાની છે જેથી તમારું વજન વધે નહીં અને ફાયદો થાય.

3) એક કપ દૂધ ની અંદર એક ચમચી મધ નાંખીને પીવાથી શરીરની અશક્તિ દુર થાય અને હિમોગ્લોબીન વધે છે, લોહી વધે છે જેથી તમને કમજોરી આવી ગઈ હોય, હાથ પગમાં ખાલી ચડતી હોય કે આંખે અંધારા આવતા હોય તો તે તકલીફમાંથી છૂટકળો મળશે.

4) અંજીરને દૂધમાં ઉકાળીને અંજીર ખાવાથી કે તે દૂધ પીવાથી શક્તિ આવે છે. આ પ્રયોગ માટે ત્રણ અંજીર લેવાના અને તેને એક ગ્લાસ દૂધમાં રાખવાના અને દૂધને ગરમ કરી લેવાનું. ગરમ કરેલું દૂધ પી જવાનું અને અંજીરને ચાવી ચાવીને ખાઈ જવાનું છે. આમ કરવાથી શરીરમાં નવું લોહી બનશે અને તમારી નસોમાંની કોઈપણ તકલીફથી છૂટકારો મળશે.

5) ખજૂર ખાઈને ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ એક ગ્લાસ જેટલું પી જવાનું છે. આ માટે સૌથી પહેલા તમારે ખજૂરની પાંચ પેશી ખાઈ લેવાની છે અને તેના ઉપર ગાયના દૂધમાં ઘી ઉમેરેલું ગરમ દૂધ પી જવાનું છે.

તો તમને હૃદય કે કોલેસ્ટ્રોલની કોઈ તકલીફ ન હોય તો આ પ્રયોગ તમારા માટે સૌથી બેસ્ટ બનશે. આ ઉપરાંત જે લોકોનું વજન ઓછું છે તેમના માટે પણ આ પ્રયોગ ખુબજ ફાયદાકારક સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *