દાઢમાં સડો થવાના કારણે તે ચચાનક જ દુખાવો થવાનું ચાલુ થઈ જતું હોય છે. પરંતુ જો રાતે દુખાવો ઉપાડે તો દવા વગર જ દાઢમાં થતા દુખાવાને કઈ રીતે શાંત પડવો તેના વિષે આજે અમે તમને જણાવીશું.

સૌથી પેહલા તો આપણી ખાવાની ખરાબ ટેવ અને દાંતને સારી રીતે સાફ ના કરવાના કારણે દાંતમાં સડો થવાનું શરુ થઈ જતું છે. જેના કારણે અમુક સમયે અસહ્ય દુખાવો પણ થતો હોય છે.

દાઢમાં થતા દુખાવાને ખુબ જ ઝડપથી રાહત મેળવાના ઘરેલુ ઉપાય: દાઢમાં દુખાવો આમ તો રાતે જ સૌથી વધારે જોવા મળતો હોય છે, જેને શાંત કરવા માટે એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરીને તેમાં એક ચમચી મીઠું મિક્સ કરીને હલાવીને કોગળા કરવાના છે.

ત્યાર પછી મીઠું નાખીયા વગર પાણીને હૂંફાળું કરીને કોગળા કરવાના છે. પહેલો ઉપાય: હૂંફાળા પાણીના કોગળા કર્યા પછી રસોડામાં મળી આવતા લવીંગનો ઉપયોગ કરવાનો છે. લવિંગમાં ઘણા બઘા ઔષઘીય ગુણ મળી આવે છે. લવિંગ બળતરા વીરો ઘી છે જેથી તે દાઢમાં થતા દુખાવાને તાત્કાલિક દૂર કરવામાં મદદ કરે છે.

આ માટે બે થી ત્રણ લવિંગ લઇ લો અને ત્યાર પછી તેને તાવીમાં મૂકીને શેકી લેવાના છે, ત્યાર પછી તેને પીસીને પાવડર બનાવી લો, હવે તે પાવડરને દુખાવા વાળી દાઢમાં ભરાવી લો, જેથી થોડા જ સમયમાં દાઢમાં થતા દુખાવામાં આરામ મળશે.

બીજો ઉપાય: આ માટે તમારે થોડું સરસવનું તેલ લેવાનું છે હવે બે કાળા મરીનો પાવડર બનાવી સરસવના તેલમાં નાખી હલાવો ત્યાર પછી એક ચપટી સિંધાલુણ મીઠું મિક્સ કરીને પેટ તૈયાર કરી લો, હવે આ પેસ્ટને દુખાવા વળી જગ્યાએ લગાવી લો માત્ર 5 મિનિટ ના સમય ગાળામાં દુખાવો થતો બંઘ થઈ જશે.

ત્રીજો ઉપાય: આ ઉપય આ આપણે ફટકડીનો ઉપયોગ કરવાનો છે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરી લો, ત્યાર પછી તેમાં એક ફટકડીનો ટુકડો નાખીને હલાવીને 5 મિનિટ સુઘી રહેવા દો. હવે ફટકડીને નીકાળીને ફટકડીના પાણી વડે કોગળા કરવાના છે.

ફટકડીના પાણીના કોગળા કરવાથી દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે. દાઢ માં ફેલાતા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરીને દાઢ ના દુખાવા માં આરામ આપે છે. રોજે ફટકડીના પાણીના કોગળા કરવામાં આવે તો દાંતમાં કે દાઢના માં થતા સડા ને દૂર કરી શકાય છે.

અચાનક જ દાઢમાં દુખાવો ઉપાડે તો આ ત્રણ ઉપાયમાંથી કોઈ એક ઉપાય કરવાથી એક પણ દવા ખાધા વગર જ દાઢમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *