આજના આધુનિક સમયમાં મોટાભાગના દરેક વ્યક્તિ પોતાનો વધુ સમય કોમ્પ્યુટર અને મોબાઈલ ની સ્કિન પર પસાર કરતા હોય છે. જેના કારણે તેમને આંખોને લગતી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આજે મોટાભાગે લોકોને આંખોના નંબર આવતા હોય છે, નાની ઉંમરે જ મોટાભાગે નાની ઉંમરના બાળકોમાં વધુ જોવા મળતા હોય છે, આંખોના નંબર હોવાના કારણે ઘણા લોકો ડોક્ટર પાસે તાપસ કરાવવા જતા હોય છે તે સમયે ડોક્ટર ચશ્માના નંબર કઢાવવા માટે ઓપરેશન કરાવવાનું કહેતા હોય છે.
પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ સવારે અને સાંજે એક એક ચમચી ખાઈ લેશો તો આંખોને લગતી દરેક સમસ્યા દૂર થશે, જેથી આંખોના નંબર દૂર કરવા માટે ઓપરેશન પણ કરાવાનો ખર્ચો પણ બચી જશે.
આંખોના નંબર દૂર કરવા માટે ધરે જ એક ચૂરણ બનાવવાનું છે, આ ચૂરણ બનાવવા માટે આ ત્રણ વસ્તુની જરૂર પડશે. વરિયાળી, બદામ અને સાકર આ ત્રણ વસ્તુ 50 ગ્રામ સમ માત્રામાં લેવાની છે, ત્યાર પછી આ ત્રણ વસ્તુને મિક્સર માં નાખીને પીસી બારીક પાવડર બનાવી લેવાનો છે.
ત્યાર પછી તે ચૂરણ પાવડરને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે અને સવારે અને સાંજે એક એક ચમચી ગાયના દૂઘમાં મિક્સ કરીને પીવાનું છે, જો તમને આંખોના નંબર છે અને એને દૂર કરવા માંગતા હોય તો સવારે બ્રશ કર્યા પહેલા આ ઉપાય કરવાથી ખુબ જ સારું અને ઝડપી પરિણામ જોવા મળશે.
જો તમે પણ નિયમિત પણે આ ઉપાય કરશો તો તમને એક જ મહિનામાં નંબર ઓછા થતા જોવા મળશે, જો તમે સતત બે તેથી ત્રણ મહિના આ ઉપાય કરશો તો આંખોના નંબર દૂર થઈ જશે, આ ઉપાય કરવાથી આંખો તેજસ્વી બનાવે છે.
આંખોના નંબર ના હોય અને આંખોના નંબર ના લાવવા હોય તો આ ચૂરણ નું સેવન મહિનામાં 7 દિવસ કરવું જોઈએ જે આંખોની આવતી કમજોરીને દૂર કરે છે અને આંખોને હેલ્ધી અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આંખોને લગતી સમસ્યા જેવી કે આંખોમાં પાણી આવવું, આંખો લાલાશ પડતી થવી, આંખોમાં બળતરા થવી જેવી આંખોને લગતી સમસ્યા હોય તો એને દૂર કરવામાં આ ચૂરણ ખુબ જ ફાયદાકારક છે, કારણકે આ ચૂરણ માં રહેલ બધી વસ્તુની તાસીર ઠંડી છે જે આંખોને લગતી સમસ્યામાં રાહત આપે છે.
આ ઉપરાંત તમે એક સરળ ઉપાય પણ કરી શકો છો, જેના માટે તમારે સરસવનું તેલ નો ઉપયોગ કરવાનો છે, આ માટે જયારે તમે રાતે સુવા જાઓ તેના 30 મિનિટ પહેલા એક ડોલમાં ઠંડુ પાણી લઈ બંને પગ ડોલમાં ડાબોળી રાખો અને 15-10 મિનિટ પછી તેને નીકાળી સાફ કરી લો,
ત્યાર પછી એક બાઉલમાં સરસવનું તેલ લેવાનું છે અને સરસવના તેલની માલિશ 10 મિનિટ પગના તળિયામાં કરવાની છે પગના તળિયામાં માલિશ કરવા માટે કોસા ની વાટકી લેવાની છે અને તેના વડે માલિશ કરવાની છે, જેથી આંખો તેજસ્વી બને છે અને આંખોના નંબર ધીરે ધીરે ઓછા થાય છે, આ સિવાય શરીરમાં આખા દિવસનો થાક પણ દૂર થાય છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
આંખોના નંબર હોય કે ના હોય રોજે સવારે ઉઠીને પહેલા આંખોને સાદા માટલીના પાણીથી ઘોવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોને તેજસ્વી બનાવી રાખવામાં મદદ કરે છે. જે સવારે ફ્રેશ તાજગીનો અનુભવ કરાવે છે.