આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાડુ અને ખૂબ જ વધારે નિષ્ક્રિય થઇ ગયું છે જેના કારણે દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. પરંતુ ઘણી વખત નિષ્ક્રિય જીવનશૈલી સાથે સાથે વાતાવરણ અને ઘરની આજુબાજુ રહેલી આબોહવા પણ સ્વાસ્થ્યને થતી સમસ્યાઓ પાછળ જવાબદાર છે.

જે રોગો આબોહવા અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવાના કારણે થતા હોય છે તેવા રોગોમાં જો બોહવા અને જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો તે રોગો નો પ્રભાવ આપણા શરીર ઉપર ખૂબ જ વધતો જતો હોય છે. ઘણી વખત તેવા રોગો આપણા માટે જીવલેણ સાબિત થતા હોય છે.

એટલા માટે અમુક રોગો થયા હોય તો તે પ્રમાણે આપણા શરીરની કાળજી રાખવી પણ આપણી જવાબદારી હોય છે. અહીંયા તમને કેટલીક બીમારીઓ વિષે જણાવીશું જેમાંથી કોઈપણ પ્રકારની બીમારી શરીરમાં જણાય તો તમારે એસી નો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દેવો જોઈએ.

અત્યારના સમયમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને આવા સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે બધા લોકો એ સી નો ઉપયોગ કરતા હોય છે. ઉનાળામાં ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થતો હોય છે.

પરંતુ આ કૃત્રિમ રીતે એર કન્ડીશનર માં ઉત્પન્ન થયેલું ઠંડુ વાતાવરણ માણસના સ્વાસ્થ્ય માટે પણ ઘણું નુકસાનકારક સાબિત થઇ શકે છે જો ઠંડુ વાતાવરણ કુદરતી રીતે પ્રાપ્ત થાય તો તેમાં નુકશાન થતું નથી. તમને જણાવીએ કે એસી માંથી બહાર નીકળતી ઠંડી હવા એ કૃત્રિમ હોય છે જે આપણા શરીરને આબોહવામાં ફેરફાર થતા અને આબોહવા પરિવર્તન થતા ખૂબ જ વધારે નુકસાન કરતી હોય છે.

આજકાલ દરેક વ્યક્તિ ઠંડા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે, તો ઘણા લોકો આખો દિવસ એસીમાં રહેવાનું પસંદ કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરમાં પરસેવો થાય તેવું ઈચ્છતો નથી પરંતુ તમને જણાવીએ કે શરીરમાં થોડો પરસેવો થવો પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.

જયારે કોઈ વ્યક્તિ એસીમાંથી બહાર નીકળે છે અથવા તો જ્યારે ઠંડા વાતાવરણમાંથી બહાર નીકળે છે ત્યારે બહાર રહેલા ગરમ વાતાવરણને સહન કરી શકતો નથી એટલે કે થોડી પણ ગરમીમાં રહી શકતો નથી. આમ આબોહવામાં થતા પરિવર્તનને કારણે આપણા શરીરને અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડી શકે છે.

જેમાં શરીરમાં નાની-મોટી બીમારી સાથે અનેક પ્રકારની બિમારીઓમાં વધારો થઈ શકે છે. તો અહીંયા તમને એવી આંઠ બીમારી વિશે જણાવીશું જેમાં એસીનો સદંતર ઉપયોગ બંધ કરવો જોઈએ. તો ચાલો જાણીએ. જો કોઈપણ વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે, માથે પાટા કે કપડું બાંધવું પડે છે તેવા લોકોએ ખાસ કરીને વધુ પડતો એસીનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

ઘણા લોકોમાં માથાનો દુખાવો એસી માં રહેવાથી વધી જતો હોય છે, માથું અતિશય ભારે ભારે થવા લાગે છે. એટલા માટે તમારે માથાનો દુખાવો તમારી કાયમી સમસ્યા ન બની જાય તે માટે કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત જે લોકોને સાંધાનો ગોઠણનો હાડકાંનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ પણ એસીનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

જે લોકોને કાયમી શરદી કે કાયમી ગરમી રહેતી હોય, વારવારમાં ફેરફાર થવાને કારણે તાવ, શરદી, કે ઉધરસની સમસ્યા થતી હોય છે તેવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે એસીનો ઉપયોગ કરવાથી જે લોકોને કાયમી શરદી રહેતી હોય તે વ્યક્તિના ફેફસામાં કફ જામી જવાનો ડર રહેતો હોય છે.

આ સાથે આવા લોકો જો સતત બેસી રહેવાનું પસંદ કરે તો તેવા લોકોને શ્વાસ સાઇનસ અને કફ ને લગતી અનેક પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે જે માણસને ગંભીર સ્વરૂપમાં અને ગંભીર પરિણામ લાવી શકે છે. આથી આવા લોકોએ મુશ્કેલીમાં મુકાવું ન હોય તો પહેલાથી જ એસીનો સદંતર ઉપયોગ બંધ કરવો જોઈએ

જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય છે અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે નબળી છે એવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. તમને જણાવીએ કે એસી માં સતત રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ખુબજ ઘટાડો થાય છે.

શિયાળાની ઠંડીમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે કારણે કે તે કુદરતી ઠંડુ વાતાવરણ હોય છે. ઉનાળામાં થતા ગરમ વાતાવરણના કારણે આપણા શરીરમાં નેચરલ ગરમી ઉત્પન્ન થતી હોય છે અને તેને રોકવા માટે આપણે કૃત્રિમ રીતે એટલે કે એર કન્ડીશનીંગ નો ઉપયોગ કરીએ છીએ અને શરીરમાં પરસેવો થતો અટકાવીએ છીએ.

આના કારણે કારણે ઘણા લોકોને અલગ અલગ પ્રકારની એલર્જી પણ ઉત્પન્ન થતી હોય છે અને ઘણાને શરદીની સમસ્યા પણ રહેતી હોય છે. આ ઉપરાંત કેટલાક લોકોને ચામડીના રોગો થવા લાગે છે, તો કેટલાક લોકોને ન્યુમોનિયા જેવી ગંભીર પ્રકારની બિમારીઓ થવાની શક્યતા રહેતી હોય છે.

ઘણા લોકોને વજન વધવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને ખસ, ખંજવાળ, ધાધર અને ખરજવા ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ એસીનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *