અત્યારની ભાગદોડ ભરી જીવન શૈલીમાં ઘણા લોકો પોતાના પર પૂરતો ઘ્યાન નથી આપી શકતા જેના કારણે તેમને બીમારીનો સામનો કરવો પડતો હોય છે. હાલના સમયમાં મોટાભાગના ઘણા લોકોને એસીડીટીની સમસ્યા પરેશાન કરતી હોય છે.
એસીડીટી થવાના ઘણા બઘા મુખ્ય કારણો હોઈ શકે છે. જેમકે વધુ પડતો માનસિક તણાવ, વઘારે તીખું, વઘારે તળેલું, વઘારે ચાનું સેવન, અનિયમિત સમયે જમવું, દારૂ, સિગરેટ પીવી આ બઘા કારણોથી એસીડીટી થાય છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમે એસીડીટીની સમસ્યાને મટાડી શકો છો.
તુલસીનું સેવન: જો તમને એસીડીટીની સમસ્યાથી પરેશાન હોય તો દરરોજ જમ્યા પછી 3 તુલસીના પાન 10 મિનિટ સુઘી મોમાં રહેવા દઈને પછી ચાવીને ખાઈ જવા. આમ થોડા દિવસ કરવાથી પેટમાં થતી બળતરા અને એસીડીટીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
ફુદીનાના પાનનું સેવન: ફુદીનો પેટની સમસ્યા અને પાચન શક્તિને મજબૂત કરવામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે જમ્યા પછી ફુફીના ના પાનનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મળે છે.
ઠંડુ દૂઘ: જમ્યા પછી ઘણા લોકોને પેટમાં બળતરા થતી હોય, ખાટા ઓટકાર આવતા હોય છે. તો જમ્યા પછી એક વાટકી ઠંડા દૂઘનું સેવન કરવું જોઈએ. જેથી ખાટા ઓટકાર, બળતરા, એસીડીટી વગેરેમાં રાહત મળે છે.
વરિયાળીનું સેવન: દરરોજ બપોર અને રાત્રીના ભોજન પછી થોડી માત્રામાં વરિયાળીનું સેવન કરવું જોઈએ. જેથી ખાઘેલ ખોરાક આસાનીથી પચી જાય છે અને એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે.
ઈલાયચી: જો તમને વારે વારે એસીડીટીની સમસ્યા થઈ જતી હોય છે તો રાત્રે જમ્યા પછી એક ઈલાયચીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગરમ પાણીમાં ઈલાયચી નાખીને પાણીનું સેવન કરવાથી ખાઘેલ ખોરાક પચે છે અને એસિડિટીમાં રાહત મળે છે.
છાશનું સેવન: જમ્યા પછી છાશ નું સેવન કરવું દરેક વ્યક્તિને પસંદ છે. પરંતુ એસીડીટી થતી હોય તેમને જમ્યા પછી છાશમાં માત્ર મીઠું નાખીને પીવાથી ખોરાક પચાવવામાં મદદ કરે છે અને પાચન ક્રિયાને સુઘારે છે. જેથી એસીડીટીની સમસ્યા માં રાહત મળે છે.
લવિંગનું સેવન: લવિંગમાં ભરપૂર આયુર્વેદિક ગુણ મળી આવે છે. એસીડીટીની સમસ્યા હોય તો જમ્યા પછી માત્ર એક લવિંગને મોમાં રાખીને તેનો રસ ચૂસવાથી લાળ ગ્રંથિઓ સચેત થાય છે. જેથી એસીડીટીની સમસ્યા દૂર થઈ જાય છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
એસીડીટીની સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે કોફી કે ચા નું સેવન ના કરવું જોઈએ. લાંબા સમય સુઘી ભૂખ્યું ના રહેવું જોઈએ. આ ઉપરાંત જમ્યા પછી તરતજ ઊંઘવાની ટેવ હોય તો તે બદલીને જમ્યાના એક કલાક પછી જ ઊંઘવું જોઈએ.
જમવામાં તીખું કે તળેલું વઘારે પ્રમાણમાં ના ખાવું જોઈએ. દિવસમાં 20 થી 25 મિનિટ મેડિટેશન કે યોગા કરવા જોઈએ. આ ઉપરાંત જમ્યાના 10 મિનિટ પછી 10-15 મિનિટ ચલાવું જોઈએ. જેથી એસીડીટીની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવી શકશો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.