એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને નજર અંદાજ ના કરી શકાય. એસિડિટી થવાના કારણે વ્યક્તિને પેટ અને છાતીમાં અસહ્ય બળતરા થતી હોય છે. આવી પરિસ્થતિમાં એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી એસિડિટીમાં રાહત મેળવી શકાય છે.
એસિડિટી થવાના ઘણા બધા કારણો હોય છે તેમાં સૌથી મોટું કારણ વધુ પડતું તીખું અને તળેલું ખાવાના કારણે એસિડિટી ની સમસ્યા વધુ થતી જોવા મળે છે. જેના કારણે વ્યક્તિ ખુબ જ પરેશાન રહેતો હોય છે. આ એસિડિટીમાં રાહત કેવી રીતે મેળવવું તેના વિષે જણાવીશું.
એસિડિટી ના ઘરેલુ ઉપાય:
દૂઘ પીવો: વધી ગયેલ એસિડિટી ના પ્રમાણ અને શાંત કરવા માટે દૂધ સૌથી અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે ઠંડુ દૂધ પીવાનું છે, ઠંડુ દૂધ પીવો તેમાં ખાંડ કે સાકર નાખ્યા વગર જ પીવાનું છે. ઠંડુ દૂધ પીવાથી ઝડપથી એસિડિટીમાં રાહત મળશે.
ગોળ ખાઓ: ગોળમાં ખાવાથી એસિડ ના વધતા પ્રમાણ ને અટકાવી શકાય છે. જો તમને એસિડિટી થઈ હોય તો એક ટુકડો દેશી ગોળનો ખાઈ ને પછી ઉપર થી એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પી જવાનું છે. જે શરીરને ઠંડક આપશે અને એસિડિટી ને મટાડશે.
વરિયાળી ખાઓ: વરિયાળી ભોજન પછી ખાવામાં આવતો એક મુખવાસ છે, આ ઉપરાંત વાનગીઓ બનાવવા માટે પણ વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે. જો તમને એસિડિટી ની સમસ્યા રહેતી હોય તો ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ જે શરીરને ઠંડક આપે છે અને એસિડિટીને દૂર કરે છે.
આદું વાળી ચા: આદું વાળી ચા પીવાથી એસિડિટીમાં રાહત થાય છે, આ ઉપરાંત તમે આદુંના ટુકડા કરીને તેમાં હળદર અને મીઠું નાખીને સુકવી દો અને પછી એને ચૂસીને ખાવાથી પણ એસિડિટી માં ઘણી રાહત મળે છે.
કેળા ખાઈ શક્ય: છાતીમાં કે પેટમાં બળતરા થતી હોય એક પાકું કેળું ખાઈ લેવાથી તે બળતરામાં રાહત મળે છે. જો તમે નિયમિત પણે રોજે એક કેળું ખાઓ છો તો કાયમી માટે એસિડિટી માંથી છુટકાળો મેળવી શકાય છે. તે કબજિયાત ને પણ દૂર કરે છે.
જો તમને એસીડીટીની સમસ્યા થી પીડાઈ રહ્યા છો તો ઉપર જણાવેલ ઉપાયો કરવાથી એસીડીટીની સમસ્યામાં તાત્કાલિક રાહત મેળવી શકો છો.