આ માહિતીમાં તમને એસીડીટીનો ઘરગથ્થુ ઉપચાર તમને જણાવીશું જેનાથી તમારી એસીડીટી ખૂબ આસાનીથી મટી શકે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જે લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય છે તેમને નિયમિત પેટ અને છાતીમાં બળતરા થાય. ખાસ કરીને બપોર પછી એસીડીટી વધારે થવાની સમસ્યા રહેતી હોય આવા સમયે લોકો એસીડીટીની ટેબલેટ પણ લેતા હોય છે.
ટેબલેટ લેવાથી એસીડીટીની માં ફેર પડી થાય છે અથવા તો એસીડીટી મટી જાય છે પરંતુ જો હંમેશા માટે એસીડીટીની સમસ્યાથી છુટકાળો મેળવવો હોય તો ઘરેલુ આયુર્વંદિક ઉપચાર કરવો જરૂરી છે જેથી ફરીથી એસીડીટીની સમસ્યા થાય નહીં અને જડમૂળથી એસીડીટી મટી જાય.
ખાસ કરીને એસીડીટીની સમસ્યા બપોરના ભોજન પછી થતી હોય છે જેથી પેટમાં બળતરા અને છાતીમાં દુખાવો થતો હોય છે. ઘણી વખત ચટપટો અને મસાલેદાર, સ્વાદિષ્ટ અને મીઠો ખોરાક ખાવાથી પણ જમવાના થોડાજ સમય પછી તરત જ બળતરા ચાલુ થઇ જાય છે. આજના સમયની ખોટી ખાવાની આદતો અને જીવનશૈલીને કારણે એસીડીટીની સમસ્યા થાય છે.
હવે જાણીએ એસીડીટીના ઘરેલુ ઉપચાર વિષે. બપોરના ભોજન પછી કે ભોજન સાથે આપણે છાશ જરૂરથી લઈએ છીએ. બપોરના ભોજન પછી છાશ જરૂરથી લેવી જોઈએ જે બીજી ઘણી બધી રીતે પણ શરીરને ફાયદો કરાવે છે. એક ગ્લાસ મોળી છાશ લઇ તેમાં તુલસીના નાના નાના ટુકડા કરી છાશમાં નાખવાના છે.
તમે એક ગ્લાસ છાશમાં 5 થી 7 તુલસીના પાન લઇ શકો છો. આ ઉપરાંત જે લોકોને દરરોજ વધુ પ્રમાણમાં એસિડિટીની સમસ્યા રહેતી હોય અથવા ટેબ્લેટ લેવી પડતી હોય તેમના માટે અહીંયા એક ઘરેલુ ઉપચાર જણાવીએ છીએ જે ઉપચારથી એસીડીટી જડમૂળમાંથી દૂર થઇ જશે.
આ ઉપચાર માટે આમળાનું ચૂર્ણ લેવાનું છે. આ ચૂર્ણ તમને દેશી ઓષડિયાની દુકાને કે આયુર્વેદિક સ્ટોરમાં મળી રહે છે. આમળાનું ચૂર્ણ અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે પાણી સાથે લેવાનું છે.
જમ્યાના 30 થી 45 મિનિટ પછી આ ચૂર્ણ લેવાનું છે જે એસીડીટી દૂર કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સાથે સાથે બપોરે છાશમાં તુલસીના પાન નાખી લેવાથી એસિડિટી સાવ મટી શકે છે અને સાથે તમારે જડમૂળથી એસિડિટીને દૂર કરવી હોય, કોઈ દિવસ એસીડીટી ન થવા દેવી હોય તો તમારે ખોરાકમાં પણ ધ્યાન રાખવાનું છે.
એસિડિટી ન થાય તે માટે તમારે તીખું, તમતમતું અને જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તમે જે મસાલેદાર અને ખાસ કરીને તૈયાર ગરમ ભોજન બહારથી લાવીને ખાઓ છો તે વધુ મસાલેદાર હોય છે જે તમને એસીડીટી કરી શકે છે. આ સાથે તમે જમીને ઉભા થાઓ છો ત્યારે માત્ર બે ઘૂંટડા જ પાણી પીવો.
જેથી જમવાનું ઝડપથી પચી જાય અને તમને કોઈ પણ પેટની સમસ્યા ન થાય. જમ્યા પછી તરતજ ઓછું પાણી પીવું અને થોડા સમય પછી તમે વધુ પાણી પી શકો છો. જો તમે આ નિયમો અપનાવશો તો તમને કોઈ દિવસ એસીડીટીની સમસ્યા નહીં થાય.