આપણા શરીરની મંદ પડી ગયેલ પાચનશક્તિને મજબૂત બનાવી રાખવા માટે આપણે ભોજન પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે પાચનક્રિયાને તેજ કરે છે અને પાચનશકતીને મજબૂત બનાવે છે. આ માટે આપણે ભોજન પછી અડઘી ચમચી અળસીનું સેવન કરવાનું છે.
જેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડનો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. જે મોટાભાગના ગંભીર રોગોને કાબુંમા રાખવામાં મદદ કરે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે નિરોગી રહેવામાં મદદ કરે છે.
અળસીમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, જેમકે, સોડિયમ, આયર્ન, ફાયબર, પોટેશિયમ, વિટામિન-બી1, કેલ્શિયમ જેવા ખનીજ તત્વો મળી આવે છે. અળસીના બીજ નાના બ્રાઉન કલરમાં હોય છે, તે ખાવામાં ખુબ જ મીઠા હોય છે, જે મગજની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે.
અળસી બીજ પાચનને લગતી સમસ્યા ઉપરાંત કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, બ્લડ પ્રેશર, હાડકાની સમસ્યા જેવી બીમારીમાં આ બીજ ખૂબ જ ઉપયોગી છે. માટે આજે અમે તમને ભોજન પછી અડઘી ચમચી અળસી ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
કેન્સરમાં થી બચાવે: અળસીના બીજનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક તત્વો કેન્સરથી ફેલાતા કોષોને નષ્ટ કરવામાં મદદ કરે છે જે બેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. માટે અળસી ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે, માટે અળસી કેન્સર પીડિત માટે લાભદાયક સાબિત થશે. કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવા માટે અળસી ખાવી સૌથી સારું માનવામાં આવે છે.
સાઘાના દુખાવામાં રાહત આપે: અળસીમાં સારી માત્રામાં કેશિયમનો સ્ત્રોત મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવી રાખે છે, માટે જો હાડકાને લગતી સમસ્યા જેવી કે કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, હાથપગના દુખાવાને દૂર કરે છે. માટે ભોજન પછી કેલ્શિયમથી ભરપૂર અડઘી ચમચી અળસી ખાવી જોઈએ.
એનિમિયા ની સમસ્યા દૂર કરે: લોહીની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થતી હોય છે, માટે આયર્નથી ભરપૂર અળસીનું સેવન કરવાથી લોહીની માત્રામાં વઘારો થાય છે જેથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. મહિલાઓમાં થતી આયર્નની ઉણપને દૂર કરવા માટે અળસી ખાઈ શકાય છે.
પાચનક્રિયા સુઘારે: અળસીમાં ડાયટરી ફાયબર મળી હોય છે માટે તેનું સેવન ભોજન પછી કરવું જોઈએ જેથી મંદ પડી ગયેલ પાચનક્રિયામાં સુઘરે છે જેથી ખાઘેલ ખોરાકને આસાનીથી પચાવી લે છે, જેથી પેટને લગતા રોગો થતા નથી, માટે કબજિયાત, અપચો, ગેસ, એસિડિટીની સમસ્યા હોય તેમના માટે ખુબ જ ફાયદાકારક છે.
બ્લડપ્રેશર કંટ્રોલ માં રાખે: અળસીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે, જે લોહીના પરિવહન ને સુધારવાનું કામ કરે છે, માટે બ્લડપ્રેશર દાદરી માટે ખુબ જ અસરકારક સાબિત થશે. ડાયબિટીસ દર્દી માટે: લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
હૃદયને સ્વસ્થ રાખે: ભોજન પછી ખાવામાં આવતી અળસીથી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જળવાઈ રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, લોહીના પ્રવાહને વઘારે છે, જથી હૃદયને લગતી સમસ્યાનું જોખમ ઓછું રહે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે અળસીનું સેવન કરવું જોઈએ.