આપણા શરીરના મોટાભાગના રોગો નબળી પાચનક્રિયાના કારણે થતા હોય છે. માટે આપણે આપણી પાચનક્રિયાને સ્ટ્રોંગ કરવી જોઈએ જેથી આપણે અનેક રોગથી બચી શકીએ છીએ. આ માટે આપણે ભોજન કર્યા પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે ડાયજેશન સિસ્ટમને સુઘારવામાં મદદ કરે છે.
આ માટે આપણે ભોજન કર્યા પછી એક ચમચી અળસીનું સેવન કરવાનું છે. અળસી આપણા શરીરના મોટાભાગના રોગોને દૂર કરે છે. અળસીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. અળસીમાં ખુબ જ સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે.
અળસીમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, પ્રોટીન, સોડિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, સોડિયમ, આયર્ન જેવા મહત્વ પૂરાં પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. રોજે અળસીનું સેવન કરવાથી આપણી મગજની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે જેથી આપણું મગજ તેજ થાય છે. જે આપણી નબળી પડી ગયેલ યાદશક્તિ માટે ખુબ જ લાભદાયક છે.
અળસીના બીજ ખુબ જ મીઠા હોય છે અને તે નાના બ્રાઉન કલરના હોય છે. અળસીનું ભોજન કર્યા પછી પાચનની સમસ્યા ઉપરાંત કેન્સર, બ્લડપ્રેશર, એનિમિયા જેવા અનેક રોગોમાં આ નાના બીજ ખુબ જ અસરકારક સાબિત થશે. તો ચાલો જાણીએ ભોજન પછી એક ચમચી અળસી ખાવથી થતા ફાયદા વિષે.
કેન્સર સામે રક્ષણ આપે: અળસીમાં કેન્સર વિરુદ્ધ ગુણઘર્મો મળી આવે છે. તેમાં ફાયટોએસ્ટ્રોજનનામનું તત્વ મળી આવે છે જે કેન્સરથી ફેલાતા કોષોને અટકાવે છે. માટે અળસી કેન્સર પીડિત દર્દી માટે ખુબ જ સારું માનવામાં આવે છે. અળસીના સેવનથી બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર માં પણ લાભદાયક છે.
પાચનક્રિયા સુઘારે: અળસીમાં ડાયેટરી ફાયબરનો સારો સ્ત્રોત મળી આવે છે. જે આપણે ખાધેલ ખોરાકબે પચાવે છે જેથી પેટને લગતી સમસ્યા કબજિયાત, અપચોમાં રાહત મળે છે. સાથે તેનું સેવન કરવાથી જામેલ મળ પણ છૂટો પડે છે અને પેટને સાફ રાખે છે.
સાંઘાનો દુખાવો ઓછો કરે: આજના સમયમાં નાની ઉંમરમાં જ ઘણા લોકો સાંઘાના દુખાવાથી પરેશાન હોય છે. તેમના માટે અળસી ખુબ જ સારી છે. તેમાં મળી આવતા કેલ્શિયમ જેવા તત્વો હાડકાની કમજોરીને દૂર કરી હાડકાને મજબૂત બનાવે છે. માટે રોજે એક ચમચી અળસીનું સેવન હાડકાને લગતી સમસ્યાને દૂર કરશે.
લોહી વઘારે: અળસીમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. આપણા શરીરમાં હીમોગ્લોબિનની કમી થઈ જવાના કારણે એનિમિયા જેવી સમસ્યા થતી હોય છે. માટે તે લોહીની કમીને પૂર્ણ કરવા માટે રોજે એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ જે લોહીને શુદ્ધ કરી લોહીની માત્રામાં વઘારો કરે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે: અળસીમાં સારી માત્રામાં પોટેશિયમનો સ્ત્રોત મળી આવે છે. જે બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. માટે નાના દેખાતા આ બીજનું સેવન દિવસમાં એક વખત કરવું જોઈએ. આ અળસીનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ સારું થાય છે. જે લોહીને જાડું થતા અટકાવે છે.
આ નાના દેખાતા અળસીના બીજાનું સેવન ભોજન કર્યા પછી કરવાથી હદય પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે. જેથી હાર્ટ ને લગતી બીમારીથી બચાવે છે. અળસીનું સેવન દિવસમાં એક વખત કરવું જે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ઘ્યાનમાં રાખવું કે અળસીના બીજનું સેવન ગર્ભવતી મહિલાઓએ ખુબ જ ઓછી માત્રામાં ખાવું અથવા અળસીના બીજ ખાવાનું ટાળવું જોઈએ.