આજકાલ નાની ઉંમરના લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન થઇ ગયા છે. આ સાથે જ ઘણા લોકો સફેદ વાળ કાળા કરવા માટે અનેક ઉપાયો અજમાવી રહ્યા હોય છે. પરંતુ વાળમાં કોઈ ફેર પડતો નથી. તો આજે અમે તમને એક એવા સરળ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે જ બનાવીને રોજ ખાઈ શકો છો અને તેનાથી તમારા વાળને પણ કાળા કરી શકો છો.

જો તમારા પણ વાળની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, જેમ કે તમારા વાળ નાની ઉંમરે જ અથવા વધતી ઉંમર પહેલા જ સફેદ થઈ ગયા છે, તો તમારા વાળ કાળા કરવા અને મજબૂત કરવા માટે આમળા ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અત્યારે બજારમાં આમળા ભરપૂર માત્રામાં મળે છે. જો કે બજારમાં આમળાનો મુરબ્બો, અથાણું અને કેન્ડી વગેરે મળે છે.

પરંતુ તમે તમારા ઘરે જ એકદમ ફ્રેશ આમળાની કેન્ડી બનાવી અને ખાઈ શકો છો. તમને જણાવીએ કે આમળાની કેન્ડીનું નિયમિત સેવન કરવાથી ભૂરા થઈ ગયેલા વાળ ફરીથી કાળા થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘરે તૈયાર થતી આ રેસિપી વિશે. સામગ્રી : 1 કિલોગ્રામ આમળા, 630 ગ્રામ ખાંડ

આમળા કેન્ડી બનાવવાની રીત : સૌ પ્રથમ તમારે આમળાને સાદા પાણીથી ધોઈ લેવાના છે, અને પછી ઉકળતા પાણીમાં આમળાને નાખી દેવાના છે. પછી જયારે બીજી વખત ઉભરો આવે પછી તેને બે મિનીટ સુધી ઉકળવા દેવાના છે અને પછી ગેસ બંધ કરી અને આમળાને 5 થી 7 મિનીટ માટે ઢાંકીને મૂકી રાખો. ખાસ નોંધ લોકો કે તમારે આમળાને ઠંડા પાણીમાં નાખવાના નથી. તમારે પાણી ઉકળ્યા પછી જ આમળાને નાખવા જોઈએ.

હવે ઉકાળેલ આમળાને એક ચારણીમાં નાખીને કે કપડામાં નાખીને તેમાંથી પાણી કાઢી લો. જયારે આમળા થોડા ઠંડા થઈ ગયા પછી તેમાંથી ઠળિયા કાઢી નાખો (તમે ચપ્પાનો ઉપયોગ કરી શકો છો). પછી આ આમળાની ચીરને એક વાસણમાં ભરી લો. હવે તમારે 580 ગ્રામ ખાંડ તેની ઉપર નાખવાની છે બાકીની 50 ગ્રામ ખાંડનો મિક્સરમાં પાવડર બનાવીને બાજુમાં રાખો.

બીજા દિવસે તમે નાખેલી બધી જ ખાંડ ઓગળીને મિક્સ થઇ ગઈ હશે અને આમળાના ટુકડા તેની ઉપર તરતા હશે. હવે તમારે તેને 1 વખત સારી રીતે હલાવવાનું છે અને તેને મૂકી દેવાનું છે. 2 થી 3 દિવસ આ આમળાને ખાંડની ચાસણીમાં રહેવા દો. હવે આ ગરણીમાં કે કપડામાં ચાસણીને ગાળીને બધા આમળાને અલગ કરી દો. જયારે બધી જ ચાસણી નીતરી જાય એટલે આમળાને એક વાસણમાં રાખી દો અને સૂર્યના તડકામાં સૂકવવા માટે મૂકી દો.

થોડા દિવસ માટે તમે આમળાના આ ટુકડાઓને તડકે સુકાવા મુકશો એટલે થોડા દિવસમાં આ ટુકડા સુકાઈ થશે. પછી આ ટુકડાઓને ખાંડના પાવડરમાં મિક્સ કરી લો. આ રીતે તમે ઘરે જ આમળાની કેન્ડી તૈયાર કરી શકો છો. હવે તૈયાર થયેલી આ કેન્ડીને એર ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી રાખો.

તમારે દરરોજ 6 થી 7 ટુકડા આ કેન્ડીના ખાવાના છે. તમને આ ટુકડા સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી લાગશે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ સાથે જ તમારા ભૂરા થઇ ગયેલા વાળને કાળા કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.

વાળને મૂળથી મજબુત કરશે આમળાની કેન્ડી : આમળામાંથી બનાવવામાં આવેલી આ કેન્ડીમાં વિટામીન સી ભરપૂર હોય છે જે વાળ માટે ખુબ જ જરૂરી છે. તેના નિયમિત સેવનથી વાળ મૂળમાંથી મજબુત બને છે, વાળ ખરતા અટકે છે અને વાળ કાળા થાય છે. તમે ઈચ્ચો તો આમળાનો પાવડર કે જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *