આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો આજે નાની ઉંમરના લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને સફેદ વાળ કાળા કરવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવી રહ્યા હોય છે. પરંતુ કોઈ ફેર પડતો નથી. તો આજે અમે તમને એક એવા સરળ ઉપાય વિશે જણાવશું. જેને તમે ઘરે જ બનાવીને દરરોજ ખાઈ શકો છો અને તેનાથી તમારા વાળ પણ કાળા થશે.

જો તમારા વાળ પણ નાની ઉંમરે જ અથવા વધતી ઉંમર પહેલા જ સફેદ થઈ ગયા છે, તો તમારા વાળ કાળા કરવા માટે આમળા ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમ તો બજારમાં આમળાનો મુરબ્બો, અથાણું અને કેન્ડી વગેરે મળે છે, પરંતુ

તમે ઘરે જ આમળાની કેન્ડી બનાવી અને ખાઈ શકો છો. તમને જણાવીએ કે આમળાની કેન્ડીનું નિયમિત સેવન કરવાથી સફેદ વાળ ફરીથી કાળા થઈ શકે છે. તો આવો જાણીએ ઘરે તૈયાર થતી રેસિપી વિશે. સામગ્રી : 1 કિલોગ્રામ આમળા, 650 ગ્રામ ખાંડ

બનાવવાની રીત : સૌથી પહેલા તમારે આમળાને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, અને પછી ઉકળતા પાણીમાં આમળાને નાખી દેવાના છે. ત્યારબાદ જયારે બીજી વખત ઉભરો આવે પછી તેને બે મિનીટ સુધી ઉકળવા દેવાના છે.

ત્યારબાદ ગેસ બંધ કરી અને આમળાને 5 મિનીટ માટે ઢાંકીને મૂકી રાખો. તમારે આમળાને ઠંડા પાણીમાં નાખવાના નથી. તમારે પાણી ઉકળ્યા પછી જ આમળા નાખવા જોઈએ.

હવે ઉકાળેલ આમળાને એક ગરણીમાં નાખીને તેમાંથી પાણી કાઢી લો. આમળા થોડા ઠંડા થઈ ગયા પછી તેમાંથી ચપ્પાની મદદથી ઠળિયા કાઢી નાખો. ત્યારબાદ આ આમળાની ચીરને એક વાસણમાં ભરી લો. 600 ગ્રામ ખાંડ તેની ઉપર નાખી દો અને વધેલી 50 ગ્રામ ખાંડનો પાવડર બનાવીને બાજુમાં મૂકી દો.

બીજા દિવસે તમે જોઈ શકશો કે બધી જ ખાંડ ઓગળી ગઈ હશે અને આમળાના ટુકડા તેની ઉપર તરતા હશે. તમે તેને 1 વખત હલાવીને મૂકી દો. બે થી ત્રણ દિવસ આ આમળાને ખાંડની ચાસણીમાં રહેવા દો. હવે આ ચાસણીને ગરણીમાં ગાળીને બધા આમળાને અલગ કરી લો. જયારે બધી જ ચાસણી નીતરી જાય એટલે આમળાને એક વાસણમાં રાખીને સૂર્યના તડકે સૂકવવા માટે રાખી દો.

થોડા દિવસ માટે આ ટુકડાને તડકે સુકાવા દો. આમળા સુકાઈ ગયા પછી ખાંડના પાવડરમાં તેને મિક્સ કરી લો. આ રીતે તમારી આમળાની કેન્ડી તૈયાર થઈ જશે. આ કેન્ડીને તમે કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી રાખો છો.

તમારે દરરોજ 4 થી 5 ટુકડા ખાવાના છે. આ ટુકડા સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ સાથે જ તમારા વાળને કાળા રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે.

વાળને મૂળથી મજબુત કરવા આમળાની કેન્ડી : જો કે વાળ માટે આમળા કોઈ વરદાનથી ઓછા નથી. તમને જણાવીએ કે આ કેન્ડીમાં વિટામીન સી ભરપૂર છે જે વાળ માટે ખુબ જ જરૂરી છે. તેના નિયમિત સેવનથી વાળ મૂળમાંથી મજબુત બને છે. અને માથામાં ખોડો પણ થતો નથી. જો કે આમળાનો પાવડર કે જ્યુસ પીવામાં આવે તો પણ વાળ માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *