અંકુરિત મગ ખાવાના ઘણા ફાયદા છે, તમે તેના વિશે ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું પણ હશે. પરંતુ બહુ ઓછા લોકો છે જે તેને ખાવાનું પસંદ કરે છે, અને તેનું કારણ છે તેનો સ્વાદ. અંકુરિત મગને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. રોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગ ખાવાથી શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકાય છે.
અંકુરિત મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, મિનરલ, એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન એ, બી, વિટામીન સી, વિટામીન ઈ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અંકુરિત મગમાં બહુ ઓછી માત્રામાં ચરબી જોવા મળે છે. તમે તેને તમારા આહારમાં સલાડ, ચાટના રૂપમાં પણ સામેલ કરી શકો છો.
જો તમે વાળને લઈને પરેશાન છો, તો તમારી માટે ફણગાવેલા મગથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. એટલે આજથી જ ફણગાવેલા મગ ખાવાનું શરૂ કરો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળના વિકાસ માટે સારું છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. ફણગાવેલા ચણા અથવા મગમાં ફળો અને શાકભાજી કરતાં 100 ગણા વધુ ઉત્સેચકો હોય છે.
ફણગાવેલા ચણા અથવા મગની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઘણા ઉત્સેચકો હોય છે જે પાચન માટે વધુ સારા હોય છે. તેનાથી કબજિયાત પણ મટે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે. શરીરના તમામ અવયવોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રોટીનની સૌથી વધુ જરૂર પડે છે, જે અંકુરિત વસ્તુઓમાં સૌથી વધુ જોવા મળે છે.
તેમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે. ખીલ દૂર કરવામાં મદદ કરે છે. તે ચહેરા પરના ડાઘ ઓછા કરે છે. આ ઉપરાંત તે ચહેરા પર અકાળે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે.
અંકુરિત મગનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખી શકાય છે. મગ ની દાળમાં કોલેસ્ટ્રોલ ને ઓછું કરનાર તત્વ મળી આવે છે. તેના પ્રભાવ ને કારણે મગ લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢવામાં મદદ કરે છે.
આટલા બધા ફાયદા જાણ્યા પછી, તમને ચોક્કસપણે ફણગાવેલા મગ ખાવાની ઈચ્છા થઇ હશે. અમે તમને એવી કેટલીક રીતો જણાવીએ છીએ જેમાં આ કંટાળાજનક મગ કે ચણા સ્વાદિષ્ટ બનશે. જો તમે તેને સલાડ તરીકે ખાઓ તો વધુ સારું રહેશે.
તેને રાંધવા, શેકવા અથવા તળવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. આવી સ્થિતિમાં, તેને સારી રીતે ધોઈને સલાડની જેમ ખાવું શ્રેષ્ઠ છે. આ સલાડમાં તમે ટામેટાં, ડુંગળી, કાકડીને કાપીને પણ ઉમેરી શકો છો. આ સિવાય જરૂર મુજબ મીઠું અને ચાટ મસાલો ઉમેરી શકાય છે.
કેટલાક લોકો તેમાં લીંબુનો ઉપયોગ કરે છે. આ સિવાય જો તમે આ રીતે ખાઈને કંટાળી ગયા હોવ તો તેને માખણમાં આછું તળી લો, ઉપર ટામેટાં અને ડુંગળી નાંખો અને તેમાં થોડું ચીઝ નાખો. ફણગાવેલા મગ અને ચણાનો સ્વાદ આમલેટ સાથે ખૂબ જ સરસ લાગે છે.