આજના આધુનિક જીવન શૈલી અને અનિયમિત ખાવાની ટેવોના કારણે વ્યક્તિને કોઈના કોઈ બીમારીથી પીડાતો હોય છે. આજે વ્યક્તિ પોતના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપવાની જગ્યાએ તે પોતાના કામ ને સૌથી વધુ મહત્વ આપે છે.
આવી પરિસ્થતિમાં વ્યક્તિ નાની ઉંમરે ઘણા રોગોના શિકાર બનતા હોય છે. એવી જ એક સમસ્યા આજના સમયમાં ઘણા બધા લોકોમાં જોવા મળી રહી છે. તે સમસ્યા શ્વાસ ચડવાની છે. શ્વાસ ચડવાના ઘણા બધા કારણો હોય છે.
ઘણા લોકો થોડું ચાલે તો પણ તે વ્યક્તિ હાંફવા ચડતો હોય છે. આ સિવાય સીડીના થોડા પગથિયાં ચડતા જ હાફ ચડી જતો હોય છે. વારે વારે આવી સમસ્યા થવાથી શ્વાસ ચડવા લાગે છે. આ સમસ્યા ખુબ જ સામાન્ય છે પરંતુ તેનો ઈલાજ ના કરવામાં આવે તો ખુબ જ ગંભીર પણ છે.
વારે વારે હાલત ચાલતા શ્વાસ ચડવાની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવા માટે નો એક ઉપાય જણાવીશું, આ ઉપાય કરવા માટે તમારે દરરોજ 10 મિનિટનો સમય નીકાળીને આ યોગ કરવો પડશે. જેથી આ તકલીફમાં ઘણી રાહત મળશે.
હાફ ચડવાની આ સમસ્યામાંથી છુટકાળો મેળવવા માટે રોજે તમારે અનુલોમ વિલોમ કરવો પડશે. આ યોગ કરવાથી આ તકલીફમાં તમને 80 % થી પણ વધુ રાહત મળશે. આ યોગ કરવાથી બંધ ના પણ ખુલી જાય. શ્વાસ ચડવાની સમસ્યા હોય તો તમારે બીડી સિગરેટ જેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ યોગ વહેલી સવારે જ કરવો જોઈએ. આ યોગ ખુલ્લા ગાર્ડનમાં કે ધાબા પર કરવો જોઈએ જેથી શુદ્ધ હવા અને ચોખ્ખું ઓક્સિજન મળી રહેશે. અનુલોમ વિલોમ યોગ કરવાથી શ્વાસ નળીઓ ખુલી જાય છે, જેથી શ્વાસ લેવા અને છોડવામાં મુશ્કેલી પડતી નથી.
શ્વાસ યોગ્ય રીતે અંદર બહાર જવાના કારણે શરીર સ્વસ્થ રહે છે. જો તમે પણ રોજે 10 હી 15 મિનિટ માટે અનુલોમ વિલોમ પ્રણાયામ કરો છો ઓ શ્વસન તંત્રની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે, જેના કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફમાં સુધારો થશે.
આ સાથે માનસિક વિકારો દૂર થાય છે અને મગજની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. અનુલોમ વિલોમ કરવાથી માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશન થી દૂર રાખે છે. તે શરીરમાં શારીરિક કમજોરીને દૂર કરે છે અને વારે વારે લાગતા થાકને દૂર કરે છે.
અનુલોમ વિલોમ કરવાથી શરીરમાં લોહીનો પરિવહન જળવાઈ રહે છે, આ યોગ સવારે ગાર્ડનમાં જઈને કરવાથી શુદ્ધ ઓક્સિજન મળે છે જેથી શરીરના દરેક અંગોને શુદ્ધ ઓક્સિજન મળવાથી તે અંગો યોગ્ય રીતે કામ કરે છે. આ યોગ મગજના સારા વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
યોગ કરવા શરીરના માટે જરૂરી છે, માટે જે વ્યક્તિ બીમાર હોય કે પછી બીમાર પડવા માંગતા ના હોય તેવા લોકોએ જરૂર કરવાં જોઈએ, આ પ્રણાયામ યોગ કરવાથી શરીરમાં આંખો દિવસ ઉર્જા અને એનર્જી રહેશે.