જો કોઈ પણ વ્યક્તિને સુંદર દેખાવું હોય તો ફક્ત ચહેરો સુંદર હોવો જરૂર નથી, તેની સાથે સાથે વાળ પણ સ્વસ્થ હોવા જરૂરી છે. કોઈ પણ વ્યક્તિના વાળ તેની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આજકાલ ઘણા લોકોમાં નબળા અને સુકા વાળની સમસ્યા જોવા મળે છે. આ પાછળ ઘણા કારણો છે જેવા કે પ્રદૂષણ, ખાવાની ખોટી આદતો, કેમિકલયુક્ત ઉત્પાદનો વગેરે.
જો તમે વાળ તૂટવા, પાતળા થવા કે બે મુખ વાળ થી પરેશાન રહો છો. આવી સ્થિતિમાં વાળની ખાસ કાળજી લેવાની જરૂર છે. તો આજે આ લેખમાં અમે તમને મજબૂત વાળ માટે તમે સરસવના તેલના માસ્કનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે વિષે જણાવીશું. તો આવો જાણીએ, તેમાંથી માસ્ક કેવી રીતે બનાવવું.
1. સરસવનું તેલ, કેળા અને દહીં : આ પેક બનાવવા માટે એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં એક ચમચી સરસવનું તેલ અને અડધો કપ દહીં ઉમેરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ પેકનો ઉપયોગ કરી શકો છો.
2. સરસવનું તેલ અને એલોવેરા પેક : વાળના વિકાસ માટે તમારે આ પેકનો ઉપયોગ કરવો જ જોઈએ. આ માસ્ક બનાવવા માટે 3 ચમચી એલોવેરા જેલમાં એક કે બે ચમચી સરસવનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો. હવે તેને વાળમાં મસાજ કરો, લગભગ 30 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
3. સરસવનું તેલ અને ઇંડા માસ્ક : તેને બનાવવા માટે, એક બાઉલમાં ઈંડાને ફોડી લો અને તેમાં સરસવનું તેલ ઉમેરો. પછી આ મિશ્રણને સારી રીતે ફેટી લો. હવે તેને વાળમાં સારી રીતે લગાવો. લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
4. સરસવનું તેલ, મેથીના દાણા અને લીંબુનો રસ : આ પેક બનાવવા માટે મેથીના દાણાને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખો. પછી તેની પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો મેથીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં લીંબુનો રસ અને સરસવનું તેલ ઉમેરો. આ પેકને માથાની ચામડી પર સારી રીતે લગાવો, લગભગ 30 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
જો તમારા વાળ પણ નબળા અને શુષ્ક છે તો તમે અહીંયા જણાવેલ પેકનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્રોને જણાવો.